Charchapatra

માર્ગ અકસ્માતો કયારે અટકશે?

દેશમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘણો વધારો થયો છ. સવારમાં છાપુ ખોલીએ તો રોજ 25-30 નિર્દોષ લોકો કાળનો કોળિયો બનતા હોવાના સમાચાર જોવા મળે છે. પરંતુ તે રોકવા સરકાર સ્હેજે ગંભીર હોવાનું લાગતું નથી. સાથે સાથે રાજય પણ બેદરકાર રહેવા માટે પ્રજા જેટલું જ જવાબદાર છે. વાહન ચાલકોના પક્ષો રાત્રિ પ્રવાસ દરમ્યાન આવતી ઉંઘ, નશો, બેફામ ઝડપ, વાહનની યાંત્રિક ખામી છે. કારો હોઇ શકે. જયારે રાજયના પક્ષે રસ્તા પરના ખાડા, ડાયવરઝન, અધૂરા કામો, ભાંગેલા રસ્તાઓ, અપૂરતુ પોલીસ દળ, વ. કારણો જવાબદાર છે. પોલીસ દળમાં પૂરતી સંખ્યાના અભાવે નગરના જ રસ્તે કે હાઇવે પર પેટ્રોલિંગ થઇ શકતું નથી. હાલત એવી છે કે દરેક 4 રસ્તે દરેક દિશાએ 1 પોલીસ અને હાઇવે પર 24 કલાક સતત પેટ્રોલીંગ થતુ રહે તો અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય. લોકાર્પણ માટે સરકાર લાખો રૂા. ખર્ચ કરે છે. પરંતુ લોકોની સલામતી માટે પોલીસ દળ ભરતીમાન કે રસ્તા સમારકામમાં સરકાર કંજૂસાઇ કરે તે બરાબર નથી. કોઇપણ રાજય માટે દરેક નાગરિકની સલામતી પ્રથમ અગ્રતા ક્રમે હોવી જોઇએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આકાશવાણી બહુજન સુખાય રહ્યું છે ખરું?
કોરોના કાળ પછી આકાશવાણીના પ્રસારણમાં ધરખમ ફેરફાર આવ્યા. વિવિધભારતી તથા ઉર્દુ સવરીસના શોર્ટવે પ્રસારણ બનધ કરવામાં આવ્યા. આ બે પ્રસારણ કેન્દ્ર, આંતરરાષ્ટ્રિય શ્રોતા માટે હતા. મોબ એપ આવ્યા પણ ઇન્ટરનેટની કવોલીટી બધે સારી નથી મળતી એટલે ખાસ સગવડ જેવુ નથી રહ્યું. આ બે સેવા માટે શોર્ટવે ટ્રાન્સમીટર ચાલુ રાખવુ હિતાવહ કહેવાય. આજકાલ પ્રાઇમરી ચેનલ પર વિવિધ ભારતીના કેટલાક કાર્યક્રમ સહપ્રસારીત થાય છે અને આકાશવાણીની પ્રાઇમરી ચેનલના ગુજરાત સમાચાર વિવિધ ભારતીના સ્થાનિક કેન્દ્ર પર રજુ થાય છે.

કેટલાક શ્રોતાને ગમે છે, કેટલાક શ્રોતાને નથી ગમતું. આમ તો જેના જે કાર્યક્રમ હોય તેજ રજુ થવા જોઇએ. એકબીજાની પ્રસારણ સેવામાં રજુ કરવા કેટલા યોગ્ય. મુંબઇ વિવિધ ભારતી પર ફરમાઇશી કાર્યક્રમ બંધ કરી દીધો. ઉર્દુ સર્વીસમા આપકા ખત મિલા, આપકી ફરમાઇશ, આપકી પસંદ બંધ કરી માત્ર ફિલ્મ સંગીત રજુ થાય છે. શ્રોતા પોતાનું મનપસંદ ગીત ફરમાઇશ કહી સાંભળતા હતા હવે એમ નથી રહ્યું. જેટલા કાર્યક્રમ શ્રોતાના પત્ર પર આધારિત હોય તો તે કેન્દ્રની લોકપ્રિયતા વધે છે. પણ હવે શ્રોતાને વિમુખ કર્યા છે. બહુજન સુખાય બહુજન હિતાય શિર્ષક ફરી સાર્થક કરવું રહ્યું.
વડોદરા  – જયંતીભાઇ ઉ.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top