સુરત: સુરત શહેરમાં વર્ષોમાં પહેલીવાર આ વખતે મધ્ય રાત્રિથી જ બાપ્પાની વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી. શહેરના ભાગળ રોડ, રાજમાર્ગ સહિતની...
સુરત: પાંડેસરામાં (Pandesara) ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) દિવસે દેવાધિદેવ ગણપતિ બાપ્પણી પ્રતિમા લઈને આવતી વખતે ઇલેક્ટ્રિક વાયર ને અડી જતા આઇસર ટેમ્પામાંથી...
સંસદનું હાસ્યાસ્પદ નીવડેલું ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું એ રહસ્ય છે. મહિલાઓને ૩૩ ટકા અનામત બેઠકો તો ૧૫ વરસ પછી...
આખા વિશ્વને ધ્રુજાવી ગયેલી કોરોનાની મહામારી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. કોરોનાના કેસ હજુ પણ આવતા જ રહે છે. કોરોનાને વેક્સિનેશન દ્વારા કાબૂમાં...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રૂ.૫૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યુ હતું. આ...
નવી દિલ્હી: ઓસ્કાર 2024ની (Oscar 2024) જાહેરાત થઇ ગઇ છે. બોલિવુડની (Bollywood) 69th નેશનલ ફિલ્મ એવોર્ડ (69th National Film Award) વિજેતા ગંગૂબાઇ...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) 12 વર્ષની બાળકીને ક્રૂરતાથી ફેંકી દેવાનો એક હ્રદયદ્રાવક મામલો સામે આવ્યો છે. નિરાધમીએ ક્રૂરતાની હદ વટાવી...
સુરત(Surat) : સ્માર્ટ સિટી (SmartCity) કેટેગરીમાં સુરતને બીજા ક્રમનો એવોર્ડ (Award) મળ્યો છે. આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો...
નવી દિલ્હી: ચંદ્રયાન-3 અને આદિત્ય-L1 જેવા સફળ મિશન બાદ હવે ભારતની (India) નજર શુક્ર ગ્રહ પર છે. ઇસરો (ISRO) શુક્રયાનની (Shukrayaan) તૈયારી...
રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચ આજે રાજકોટના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ...
ખેરગામ : ખેરગામમાં વાતાવરણમાં પલટો આવતાં વાયરલ કેસોમાં વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુ:ખાવો, ટાઇફોઇડ જેવા કેસને કારણે ખેરગામ...
નવસારી : કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રોજ રાજ્યમાં લાખો કરોડોના દારૂની હેરફેર અને ખરીદ વેચાણ થતું રહે છે. પોલીસ...
મણિપુર: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં (Manipur) ફરી એકવાર સ્થિતિ વણસી (Violence) છે. સરકારે આખા રાજ્યને ‘ડિસ્ટર્બ્ડ એરિયા’ (Disturbed Area) તરીકે જાહેર કર્યું છે....
ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આ દિવસોમાં ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. તેણે અમદાવાદના (Ahmedabad) સાયન્સ સિટી ખાતે આયોજિત રોબોટિક પ્રદર્શનમાં પણ...
બિહાર: બિહારના ગયાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગયા જિલ્લાના આમ્સમાં કેટલાક અજાણ્યા ગુનેગારોએ દિવસભર એલજેપી નેતા અનવર અલી ખાન પર...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીના (Sacgin GIDC) ગભેણી ગામમાં દરોડા પડ્યાના સમાચાર સામે આવ્યા છે. ગામના તાડ ફળિયા અને ટેકરા ફળિયામાં લિસ્ટેડ બુટલેગર...
નવી દિલ્હી: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે ભારતીય મહિલા શૂટરોએ ચાર મેડલ જીત્યા છે. તેઓએ બે ગોલ્ડ, એક...
નવી દિલ્હી: ઉત્તરી ઈરાકમાં મંગળવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. સેંકડો લોકો અહીં લગ્નની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે સ્થળ પર...
નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામના મંદિરનું (RamMandir) નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંદ્ર મિશ્રાનું કહેવું...
સુરત(Surat) : સુરતમાં શિક્ષણ સમિતિની (ShikshanSamiti) બેઠક આજે તોફાની બની હતી. વિપક્ષ આપના (AAP) સભ્યોએ બેઠકમાં તીખા સવાલો કર્યા હતા, જેના લીધે...
સુરત (Surat) : ભારતના હીરા ઉદ્યોગમાં (Indian Diamond Industry) પહેલીવાર એવો નિર્ણય લેવાયો છે જેના લીધે સમગ્ર હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો...
સુરત(Surat) : 10 દિવસ બાદ ગુરૂવારે ગણપતિ બાપ્પા વિદાય લેશે ત્યારે શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા (Ganesh Visarjan Yatra) વિના વિધ્ને પાર પડે...
સુરત: (Surat) સીટીબસના (City Bus) અકસ્માતોના બનાવો છાશવારે બનતા હોય છે. મંગળવારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સીટી બસે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા...
સુરત: (Surat) બમરોલી ખાતે રહેતી 21 વર્ષીય યુવતી સાથે મિત્રતા કરી બાદમાં એક તરફી પ્રેમમાં (Love) પાગલ યુવકે પરિવારને જાનથી મારવાની ધમકી...
સુરત: (Surat) દેશનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મુંબઈ-અમદાવાદ (Mumbai-Ahmedabad) વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન (Bullet Train) માટે બનતા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરનું કામ...
ગાંધીનગર: રાજયમાં (Gujarat) હાર્ટ અટેકના (Heart Attack) કારણે છેલ્લા છ માસથી યુવકોના મોતની (Death) ઘટનાઓ સામે આવી રહી છે. સતત વધતી આ...
અમદાવાદ: આગામી 2024ની લોકસભાની ચૂંટણી (Loksabha Election) માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી પહોંચવા માટે રાહુલ...
વાપી: (Vapi) વાપીના ડુંગરામાં બાઈક (Bike) સવાર બે ઈસમ કન્ટેનરને ઓવરટેક (Overtake) કર્યાના પલભરમાં જ બાઈક સ્લીપ થતા બંને જણા માર્ગ પર...
વ્યારા: (Vyara) વાલોડના બુહારી ગામે પ્રેમસંબંધ (Love) નહીં રાખતા નગ્ન ફોટા (Photo) અને ધમકીભર્યા મેસેજ (Threaten Message) મોકલી મુસ્લિમ યુવતીને (Girl) બદનામ...
નવી દિલ્હી: મુકેશ અંબાણીએ (Mukesh Ambani) કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના બે પુત્રો આકાશ અને અનંત અને પુત્રી ઈશાના સમાવેશની જાહેરાત ઓગસ્ટમાં...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત: સુરત શહેરમાં વર્ષોમાં પહેલીવાર આ વખતે મધ્ય રાત્રિથી જ બાપ્પાની વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી. શહેરના ભાગળ રોડ, રાજમાર્ગ સહિતની કોટ વિસ્તારની ગલીઓમાંથી ઢોલ નગારાના નાદ સાથે બાપ્પાની યાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી. ઊંચી પ્રતિમાઓને ડુમસ અને હજીરાના દરિયા કાંઠે વિસર્જન માટે લઈ જવાની હોય ગણેશ મંડળોએ મધ્ય રાત્રિએ જ નીકળવાનું નક્કી કર્યું હતું. ટ્રાફિક કે અન્ય કોઈ પણ અડચણ વિના યાત્રાને ઉત્સાહ પૂર્વક ભક્તો લઈ જતા નજરે પડ્યા હતા. રાત્રે બે વાગ્યાથી શહેરના કોટ વિસ્તારમાં બાપ્પાની વિદાય યાત્રા નીકળવાની શરૂ થઈ ગઈ હતી. સવારના 4 વાગ્યાના સુમારે ભાગળ ચાર રસ્તા, નાનપુરા જેવા વિસ્તારોમાં ભક્તોની ભીડ નજરે પડવા લાગી હતી.

કાર, રિક્ષા, ટેમ્પો અને લારી પર નીકળી બાપ્પાની સવારી
બાપ્પાની વિદાય યાત્રામાં તેમની સવારી પણ અનોખી હોય છે. કોઈક પોતાની આલિશાન કારમાં બાપ્પાને લઈ જાય તો કોઈક રિક્ષામાં. વળી, મોટી પ્રતિમાઓ ટ્રક, ટેમ્પો અને હાથલારીમાં પણ લઈ જતા જોવા મળે છે. બાપ્પાને પણ કોઈ નખરા નહીં. ભક્તો ભાવપૂર્વક જેમ લઈ જાય તેમ બાપ્પા વિદાય લેવા તૈયાર જ રહે.

સવારે મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓ નીકળ્યા પછી રાજમાર્ગ પર બપોરે સ્થિતિ સામાન્ય બની
તળ સુરતમાં ગણેશ વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો,ઘણા ગણેશ આયોજકોએ મળસ્કેથી જ મોટી પ્રતિમાઓનું વિસર્જન કર્યું,વર્ષો પહેલાં આનંદ ચૌદશના બીજા દિવસે સવાર સુધી ગણેશ વિસર્જન થતું હતું. આનંદ ચૌદશનો સુરજ ઉગે તે પહેલાં જ ચાર વાગ્યાથી શહેરના અનેક ગણેશ આયોજકોએ વિસર્જન યાત્રા કાઢી, મળશ્કે પણ અનેક ગણેશજી સાથે ઢોલ-નગારાનો નાદ સંભળાયો હતો.
સુરતના 9 ઝોનમાં 20 કૃત્રિમ તળાવ પર પ્રતિમાઓનું વિસર્જન
સુરતના નવ ઝોનમાં આવેલા 20થી વધુ કૃત્રિમ તળાવ પરથી દૂંદાળા દેવની પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ-અલગ ઓવારાઓ પર તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં આ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં આ વખતે 70,000 જેટલી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી.
કુત્રિમ તળાવ પર બાપ્પાની પ્રતિમાઓના વિસર્જન અને પૂજા અર્ચના માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ કૃત્રિમ તળાવ પર સીસીટીવી કેમેરા,વિશાળકાય ક્રેન,પૂજાપાની અલગ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મોડી રાત સુધી શ્રીજી ની પ્રતિમાઓના વિસર્જન ની પ્રક્રિયા ચાલી શકે છે જેના પગલે લાઇટ સહિતની વ્યવસ્થાઓ પણ અહીં ઊભી કરવામાં આવી છે.જ્યાં કુત્રિમ તળાવો પર ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
સવારે 10 વાગ્યા સુધીમાં 9 ઓવારા પર 1710 પ્રતિમાઓનું વિસર્જન
મધ્યરાત્રિથી જ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાના લીધે વહેલી સવારથી જ પાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ ઓવારાઓ પર બાપ્પાની પ્રતિમાઓનું આગમન થવા લાગ્યું હતું. સવારે 6 વાગ્યાથી જ ઓવારાનો સ્ટાફ વ્યસ્ત થઈ ગયો હતો. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પાલિકા દ્વારા બનાવાયેલા 9 ઓવારા પર 1710 પ્રતિમાઓનું વિસર્જન કરી દેવાયું હતું.

લિંબાયતમાં 11 વાગ્યા સુધી વિસર્જન યાત્રા શરૂ થઈ નહીં
દર વર્ષે લિંબાયતમાં વિસર્જન યાત્રા સૌથી વહેલી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અલગ માહોલ જોવા મળ્યો. સવારના 11 વાગ્યે લિંબાયતમાં વિસર્જન યાત્રા શરૂ થઈ નહોતી. દરમિયાન પોલીસ અને ફ્રેન્ડ ઓફ પોલીસ ખડેપગે ઉભા રહી સેવા બજાવતા નજરે પડ્યાં હતાં.