Gujarat

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: ‘ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું’, PM મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આ દિવસોમાં ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. તેણે અમદાવાદના (Ahmedabad) સાયન્સ સિટી ખાતે આયોજિત રોબોટિક પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો. આ સાથે તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું (Vibrant Gujarat Summit) પણ ઉદ્ઘાટન કર્યું હતું. રોબોટિક એક્ઝિબિશનમાં પીએમ મોદીએ ત્યાં હાજર કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે તેમણે એક બીજ વાવ્યું હતું જે હવે વટવૃક્ષ બની ગયું છે. સમિટમાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ‘વાયબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગનો કાર્યક્રમ નથી, પરંતુ તેનાથી પણ વધુ તે જોડાણનો કાર્યક્રમ છે. મારા માટે, આ મારી અને ગુજરાતના 7 કરોડ નાગરિકો અને તેમની ક્ષમતાઓ વચ્ચેનું જોડાણ છે. 20 વર્ષ પહેલાં અમે એક બીજ વાવ્યું હતું, જે આજે એક વિશાળ અને જીવંત વટવૃક્ષ બની ગયું છે.” તેમણે વધુમાં કહ્યું, ‘તે સમયે મને મુખ્યમંત્રી તરીકે બહુ અનુભવ ન હોવા છતાં,પરંતુ મને મારા ગુજરાતના લોકોમાં અતૂટ વિશ્વાસ હતો.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ પર ગુજરાતના વિકાસ પ્રત્યે ઉદાસીનતા દર્શાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન એવા વાતાવરણમાં થયું હતું જ્યારે તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસ પ્રત્યે ઉદાસીનતા દર્શાવી હતી. વિદેશી રોકાણકારોને ગુજરાતમાં નહીં જવાની ધમકી આપવામાં આવી હતી, આટલા ડર પછી પણ વિદેશી રોકાણકારો ગુજરાતમાં આવ્યા હતા.

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે 2009માં વૈશ્વિક મંદી દરમિયાન પણ આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે સમજાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાતની સફળતામાં આયોજન, કલ્પના અને અમલીકરણ સામેલ છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઇ હતી.

Most Popular

To Top