National

ભગવાન શ્રી રામના દર્શન માટે ખુલી રહ્યું છે અયોધ્યાનું રામ મંદિર, જાહેર થઈ તારીખ

નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામના મંદિરનું (RamMandir) નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંદ્ર મિશ્રાનું કહેવું છે કે, ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરૂ થઇ જશે અને પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ થવાની આશા છે.

એક ઇન્ટરવ્યુમાં તેમણે એ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20-24 જાન્યુઆરી દરમિયાન કોઈ પણ દિવસે ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેશે એવી આશા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા હજી સુધી અંતિમ તારીખની ઘોષણા નથી કરવામાં આવી.

નૃપેન્દ્ર મિશ્રાએ એ પણ કહ્યું કે, એક ઉપકરણની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે જેને મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવશે, તેનાથી દર વર્ષે રામ નવમીના દિવસે ગર્ભગૃહમાં દેવતાની માથે સૂર્યના કિરણો ક્ષણવાર માટે પડશે. તેને બેંગ્લોરમાં બનાવવામાં આવી રહ્યું છે અને તેના ડિઝાઇનની દેખરેખ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. સેંન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકી અને પુણેની એક સંસ્થાએ સંયુક્ત રીતે તેના માટે એક કમ્પ્યુટરાઝડ પ્રોગ્રામ બનાવ્યો છે.

અદાલતે 2019માં મંદિર નિર્માણની મંજૂરી આપી હતી
સુપ્રીમ કોર્ટે 2019ના ફેંસલામાં અયોધ્યામાં વિવાદિત જગ્યા પર એક ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો. તેના સિવાય અદાલતે કેન્દ્ર સરકારને નવી મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને વૈકલ્પિક પાંચ એકર જમીન ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે ફેંસલો સંભળાવ્યો હતો કે વિવાદિત ભૂમિની 2.77 એકર જમીન જ્યાં ધ્વસ્ત કરેલ 16મી સદીની બાબરી મસ્જિદ હતી, તે કેન્દ્ર સરકારના રીસીવર પાસે રહેશે અને ત્રણ મહિનામાં એ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને સોંપી દેવામાં આવશે.

24 જાન્યુઆરીથી ભક્તો માટે ખુલી જશે રામ મંદિર?
નોંધનીય છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ ઔપચારિક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિષેક સમારોહ માટે આમંત્રિત કરશે, જે દરમિયાન શ્રી રામ ભગવાનની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટએ 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિ બાદ શ્રી રામના અભિષેકની પ્રક્રિયા શરુ કરવા અને શ્રી રામની ‘પ્રાણ-પ્રતિષ્ઠા’નું 10 દિવસીય અનુષ્ઠાન કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રાએ જૂનમાં કહ્યું હતું કે શ્રી રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા પછી 24 જાન્યુઆરીથી અયોધ્યામાં રામ મંદિર ભક્તો માટે ખોલવાની સંભાવના છે.

ઇન્ટરવ્યુ દરમિયાન એક સવાલના જવાબમાં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે આ વાતને નકારી નહોતી કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજાનાર સમારોહની રાજનૈતિક અસરો પણ થશે. તેમણે કહ્યું કે, મંદિરનું નિર્માણએ દ્રષ્ટિએ કરવામાં આવી રહ્યું છે કે તેની સંરચના ઓછામાં ઓછી 1000 વર્ષ સુધી રહે. મિશ્રાજીએ કહ્યું, ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ જાણકાર સંતોના પરામર્શ હેઠળ શરુ કરવામાં આવશે.

ઘરે બેસીને જોઈ શકાશે પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ
તેમને કહ્યું કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચવામાં આવી છે જે આ આયોજિત સમારોહની વિગતો તૈયાર કરશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે કહ્યું કે, જયારે આવતા વર્ષે 22 જાન્યુઆરીએ સમારોહ થશે, ત્યારે ભારે ભીડ થવાની સંભાવના છે. ટ્રસ્ટએ લોકોને આ સમારોહ પોતાના ઘરો અને ગામડાઓથી ટીવી પ્રસારણના માધ્યમ દ્વારા જોવાની અપીલ કરી છે.

મિશ્રાએ કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા હજી એ સૂચિત કરવામાં નથી આવ્યું કે, તેઓ કઈ તારીખે પ્રાણ-પ્રતિષ્ઠાથી સંબંધિત સર્યક્રમમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે અંતિમ કાર્યક્રમ નક્કી થવા પર ટ્રસ્ટ દ્વારા તેની ઘોષણા કરવામાં આવશે. પણ એવું 20-24 જાન્યુઆરી દરમિયાન થવાની સંભાવના છે. કારણ કે ત્યાર પછી પીએમ ગણતંત્ર દિવસ અને અન્ય કાર્યક્રમોમાં બહુ વ્યસ્ત રહેશે. પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રિત લોકો વિષે પુછતા તેમણે જણાવ્યું કે, 10,000 લોકોની શરૂઆતી લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં સાધુ-સંતો, રામ મંદિર આંદોલનથી જોડાયેલા લોકો સામેલ હશે.

ભક્તોને કેટલા સમય માટે મળશે પ્રવેશ?
જયારે શ્રી રામના અભિષેક સમારોહ બાદ આવવાવાળા ભક્તો માટેની યોજના વિષે પૂછવામાં આવ્યું, તો એમણે કહ્યું કે, તેઓને દર્શન માટે 15-20 સેકન્ડનો સમય મળશે, પરંતુ તેઓ મંદિર પરિસરમાં સમગ્ર અનુભવથી સંતુષ્ટ થશે. મંદિરની વાસ્તુકલા અને નિર્માણ સામગ્રી વિષે મિશ્રાજીએ વાત કરતા કહ્યું કે, તેના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને પથ્થરોના ખંડોને જોડવા માટે તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top