SURAT

સચિનના ગભેણીના કુખ્યત બુટલેગરના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 1.67 લાખનો મુદ્દામાલ કબજે

સુરત: (Surat) સચિન જીઆઇડીસીના (Sacgin GIDC) ગભેણી ગામમાં દરોડા પડ્યાના સમાચાર સામે આવ્યા છે. ગામના તાડ ફળિયા અને ટેકરા ફળિયામાં લિસ્ટેડ બુટલેગર નરેશ ખલાસીના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 1160 લીટર દેશી દારૂ (Alcohol) મળી 1.67 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. બુધવારની સાંજે પડેલા દરોડા બાદ એક મહિલા સહિત બે જણની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બુટલેગર નરેશ ખલાસી અને તેની પત્ની વૈશાલી ખલાસી મળી 13 જણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સ્ટ્રેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા ને લઈને સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના સલ્મ વિસ્તારોમાં સૌથી વધારે દેશી દારૂનું ભારણ ગભેણી અને બુડિયા ગામે થી કરાતું હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ આ ગોરખધંધામાં મોટાભાગે મહિલાઓ જ હોવાનું સામે આવ્યું છે. સ્ટ્રેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર એસપી નિલપ્ત રાય સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં દેશી દારૂના 28 જેટલા સ્ટેન્ડ ચલાવતો નરેશ રામુભાઈ ખલાસી રહે ગભેણી તાડ ફળીયામાં, દેશી દારૂનો ભારણ સાથે ભઠ્ઠી ચલાવતો હોવાની માહિતી મળી હતી જેના આધારે બુધવારની સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે ટી કામટીયા ના માર્ગદર્શન હેઠળ એમ વી ચાવડાએ ગભેણી ગામના તાડ પડ્યું અને ટેકરા ફળિયામાં દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન દેશી દારૂના 1160 લિટર જેની કિંમત 23,200 જ્યારે 5600 લીટર વોસ જેની કિંમત 11200 5 મોબાઈલ ફોન પાંચ વાહન રોકડા રૂપિયા 1600 મળી કુલ રૂપિયા 1,67,200 નો મુદ્દા માલ કબજે લીધો હતો. પોલીસના કાર્યવાહી દરમિયાન નીરજ શિવ શ્યામ ની ધરપકડ કરી હતી.

વધુમાં જાણવા મળ્યું હતું કે, સમગ્ર દેશી દારૂનું વહીવટ કરતો નરેશ રામુભાઇ ખલાસી તેની પત્ની વૈશાલીબેન નરેશભાઈ કલાસી સહિત બીજા 11 જણા હાથ નહિ લાગતા વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સ્ટ્રેટ મોડીટરીંગ સેલે મોડી રાતે સચિન જીઆઇડીસી પોલીસ મથકે પ્રોહિબીસન ગુનો રજીસ્ટર કરાવ્યો હતો આ ઘટનાની જાણ થતા સચિન જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ તેમજ સર્વોલન્સ સ્ટાફ માં ફાફડાડ વ્યાપી ગયો હતો.

Most Popular

To Top