Gujarat

રાજ્યની માધ્યમિક શાળાઓમાં માર્ચ-૨૦૨૨ સુધી ઈન્ટરનેટ સુવિધા માટે ગ્રાન્ટ ફાળવણીનો આદેશ

રાજ્યની ૬૮૮૦ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર- ૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ સુધી ઈન્ટરનેટ સુવિધા માટે ગ્રાંટ ફાળવણીના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે વર્ષ ૨૦૧૯-૨૦થી બીએસએનએલને કામગીરી સોપવામાં આવી હતી. જેનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર-૨૦૨૧થી પૂર્ણ થાય છે.

રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઇન્ટરનેટ સુવિધા અવિરત મળી રહે તેવા ઉમદા હેતુથી ઈન્ટરનેટ સેવા માટે નવેમ્બર-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધીના ૫ માસ માટે પ્રતિ માસ રૂા.૫૦૦- લેખે રૂા.૨૫૦૦- ગ્રાન્ટ ફાળવણીના આદેશો કરવામાં આવ્યા છે.

Most Popular

To Top