Gujarat Main

ભાજપની અંદરના જ જાણભેદુ દાદાની સરકારને ડિસ્ટર્બ કરવા પડદા પાછળથી આંદોલનને ફૂંક મારી રહ્યાં છે

ગ્રે઼ પે વધારવાની માંગણી સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વોરની પાછળ ભાજપની અંદરના જ જાણભેદુ કામ કરી રહ્યાં હોવાની માહિતી સચિવાલયમાંથી મળી છે. દાદાની સરકારને ડિસ્ટર્બ કરવા પડદા પાછળથી ભાજપની અંદરના જાણભેદુ જ આંદોલનને ફૂંક મારી રહ્યાં છે. બીજી તરફ આજે સવારે પોલીસ કર્મચારી હાર્દિક પંડયાના સમર્થનમાં પોલીસ પરિવારના સભ્યો ગાંધીનગરમા સત્યાગ્રહ છાવણી પર બેસી ગયા હતાં. જેના પગલે ફરીથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

પોલીસ કર્મચારીના પરિવારની મહિલાઓ દ્વારા ગ્રેડ પેના મામલે ઉપવાસ તેમજ ધરણા શરૂ કરી દેવાયા હતાં. આ ઉપરાંત બાપુનગરના પોલીસ કર્મીનું સસ્પેન્શન રદ કરવા માંગ કરી હતી. ગઈકાલે રાત્રે રાજયના વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ પોલીસ કર્મીઓના ગ્રેડ પેના આંદોલનને સમર્થન આપવા ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે દોડી ગયા હતાં. એટલું જ પોલીસ પરિવારનો સભ્યોને સંબોધન પણ કર્યુ હતું.

સત્યાગ્રહ છાવણી પર પોલીસ કર્મી પરિવારના સભ્યોએ સૂત્રો પોકાર્યા હતા કે હાર્દિક પંડયા તૂમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. બીજી તરફ સમગ્ર આંદોલનને આમ આદમી પાર્ટીએ પણ સમર્થન આપ્યુ છે. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા જીગ્નેશ મેવાણીએ પણ આ આંદોલનને સમર્થન આપ્યું છે.

દાદાની સરકાર સત્તામાં આવી ત્યાર બાદથી એક બાદ એક મુસીબતો દાદાને સતાવી રહી છે. જે દિવસે ભૂપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું તે જ ઘડીએ સૌરાષ્ટ્રમાં વરસાદે તારાજી સર્જી હતી. તેમાંથી બહાર આવ્યા નહીં ને ત્યાં હવે પોલીસ દાદાઓ દાદાને પરેશાન કરી રહ્યાં છે. યુવાન અને બિનઅનુભવી ટીમ સાથે ગુજરાતમાં સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલાં દાદાના આગામી દિવસો પક્ષના જ મનદુ:ખિયાઓ કપરાં બનાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

Most Popular

To Top