National

બેંગલુરુમાં વિપક્ષોની બીજી મેગા બેઠક: ભાજપે કરી આ નેતાની ટીકા, વધુ નવ પક્ષો જોડાયા

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા તમામ રાજકીય પક્ષો વિપક્ષી (opposition) એકતા માટે પ્રયાસો કરી રહ્યા છે. વિપક્ષો પોતાના પરસ્પર સંકલનને મજબૂત કરવા અને મતભેદો દૂર કરવા બેઠકો (Meeting) યોજી રહ્યા છે. દેશના વિપક્ષી દળોના ટોચના નેતાઓ આજથી બેંગલુરુમાં (Bangaluru) બે દિવસીય એકતા બેઠક કરવા જઈ રહ્યા છે. આ નેતાઓની આ બીજી બેઠક હશે. આ પહેલા 23 જૂને પટનામાં 17 પાર્ટીઓ એક થઈ હતી. બેંગલુરુની ફાઈવ સ્ટાર હોટેલમાં આ બેઠક બે દિવસ સુધી ચાલશે, જ્યાં 26 પાર્ટીઓ મહામંથનમાં ભાગ લેશે. વિપક્ષની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. મહાગઠબંધનનું નવું નામ રાખવું કે UPA રાખવું, સીટની વહેંચણી અને કન્વીનર રાખવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

કોણ કોણ સામેલ થશે?
મળતી માહિતી મુજબ જેડીયુ તરફથી નીતિશ કુમાર, લલન સિંહ અને સંજય ઝા બેઠકમાં ભાગ લેશે, જ્યારે આરજેડી તરફથી લાલુ યાદવ અને તેજસ્વી ભાગ લેશે. એનસીપીના શરદ પવાર બેઠકમાં નહીં જાય, તેના બદલે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે બેંગલુરુ જશે. આ સિવાય ઉદ્ધવ ઠાકરે બેઠકમાં જશે. ટીએમસી નેતા મમતા બેનર્જી બપોરે 1 વાગ્યે કોલકાતાથી બેંગ્લોર જવા રવાના થશે અને ભત્રીજો અભિષેક બેનર્જી પણ તેમની સાથે જશે. આમ આદમી પાર્ટીએ પણ બેઠકમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા બેઠકમાં હાજરી આપશે. બેંગલુરુમાં વિપક્ષની સંયુક્ત બેઠક પર કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે, શરદ પવાર આજે નહીં પરંતુ કાલે બેઠકમાં હાજરી આપશે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આ બેઠકનું આયોજન કરશે
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે દેશના તમામ વિરોધ પક્ષો આજે એક નવી શરૂઆત માટે એક મંચ પર આવ્યા છે. દેશની આવતીકાલના નિર્માણ તરફ આ એક બીજું પગલું છે. હું અને કર્ણાટકના મુખ્ય પ્રધાન આ બેઠકનું આયોજન કરીશું. અહીં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

વિપક્ષની બેઠક પર ભાજપે કરી ટીકા
બેંગલુરુંમાં યોજાનાર આ બેઠક વિશે ભાજપે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂર પ્રભાવિત લોકોને રાહત આપવા માટે દિલ્હીમાં રહેવાને બદલે વિપક્ષની બેઠકમાં હાજરી આપવા બેંગલુરુ જઈ રહ્યા છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે તકવાદીઓનું આ પ્રકારનું ગઠબંધન ભારતના વર્તમાન અને ભવિષ્ય માટે સારું નથી. તકવાદીઓ અને સત્તા ભૂખ્યા નેતાઓની બેઠક છે.

Most Popular

To Top