Vadodara

સયાજીબાગમાં ખુલ્લા વાયરોથી પર્યટકો અને મોર્નિંગ વોકર્સના જીવ જોખમમાં

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની કામગીરીની મોટી મોટી બાંગો ભ્રષ્ટાચાર માટે પોકારીતી હોય તેમ લાગી રહ્યું છે. પાલિકાની સયાજીબાગમાં આવેલ સ્ટ્રીટ લીના ડેસ્ક બોર્ડની કામગીરી સામે આવી છે. તેમાં કોર્પોરેશનની ફરી એકવાર ગંભીર બેદરકારી છતી થઇ છે. વડોદરાની મધ્યમાં આવેલ સયાજી બાગમાં અનેક જગ્યાઓ પર સ્ટ્રીટ લાઈટ ના ડેસ્કબોર્ડ ખુલ્લા હોવાથી કરંટ લાગવાનો ભય સહેલાણીઓને સતાવી રહ્યો છે ત્યારે ભૂતકાળમાં પણ સયાજી બાગમાં સહેલાનીને કરંટ લાગવાથી મોત નિપજ્યું હોવાનો બનાવ બન્યો છતાં પણ હજુ પણ પાલિકા તંત્ર ખુલ્લા વાયરોટ તેમજ સ્ટ્રીટ લાઈટ ના પોલના જે ડેસ્કબોર્ડ છે તેનો સમારકામ કરવામાં આવતો નથી. શું પાલિકા તંત્ર હુજ પણ કોઈના મોત નીપજવાની રહા જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તેમ ચર્ચાય રહ્યું છે.

સયાજીબાગમાં શહેર તથા શહેરના બહારથી પણ સહેલાણીઓ આવતા હોય છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશોની ગંભીર બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ પામશો નહી. સયાજી બાગમાં ગુજરાતના અલગ અલગ શહેરના સહેલાણીઓ આનદ માનવા આવતા હોય છે. સયાજી બાગમાં ગાર્ડનમાં આને ગાર્ડનની ચારે બાજુ સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલી છે તે સ્ટ્રીટ લાઈટના થાંબલા પર ડેસ્ક બોર્ડ લગાડવામાં આવ્યું છે તે ડેસ્ક બોર્ડના વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે. ત્યારે આવા ડેસ્ક બોર્ડના ખુલ્લા વાયરોના કારણે પાંચેક વર્ષ અગાઉ ભોપાલથી આવેલ સહેલાણીનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.

ત્યારે તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે હજુ પણ પાલિકાની ગંભીર બેદરકારીના કારણે બાગ બગીચા ની અંદર અનેક જગ્યાઓ પર આવા ખુલ્લા વાયરો જોવા મળ્યા છે ત્યારે આવા ખુલ્લા વાયરોને સીધો સંપર્ક બાગની ચારેબાજુ આવેલી રેલિંગ ઉપર થતો હોય છે ત્યારે અચાનક કોઈક વ્યક્તિ અથવા બાળક દ્વારા રેલીંગના પડકવામાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે ત્યારે સહેલનીઓની માંગ છે કે લોકો દૂરથી પર્યટકો સયાજી બાગમાં જોવા માટે આવતા હોય છે ત્યારે આવા પ્રકારના પોલ ના વાયરો જે ખુલ્લા છે તે પાલિકા દ્વારા બંધ કરવામાં આવે તેવી માંગ સહેલાણીઓએ કરી હતી.

હાલમાં સયાજી બાગમાં આવેલ પ્રાણીસંગ્રહાલયનો પણ રીનોવેશન નું કામ ચાલુ છે જે મેન્ટેનન્સનું કામ છે તે પણ થઈ સયાજી બાગમાં થઈ રહ્યું છે ત્યારે સ્ટ્રીટ લાઈટ ના પોલ તેમજ ડેસબોર્ડ ના વાયરો ખુલ્લા છે તેવું જાણવા મળતા તેની જેમ બને તેમ વહેલી કામગીરી કરવામાં આવશે ભૂતકાળમાં બનેલ બનાવો. ફરી વડોદરા શહેરમાં ન બને તે માટે તાત્કાલિક પગલા પણ લેવામાં આવશે. આમ શહેરની મધ્યમાં આવેલ સયાજીબાગ સ્ટ્રીટ લાઈટના ડેસ્ક બોર્ડના ખુલ્લા વાયરોથી સહેલાણીઓને ભયના જોખમે આવતા હોય છે. પાલિકા તંત્ર પણ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરે તેવી માંગ સહેલાણીઓએ કરી હતી.

Most Popular

To Top