ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-10ની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. આવેદનપત્રો 15 મે 2026 સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઇન ભરી શકાશે. ધોરણ-10માં સ્ટન્ડર્ડ ગણિતમાં નાપાસ થયા હોય તો બેઝીક ગણિત વિકલ્પ બદલી શકશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષય વિષયોમાં ગેરહાજર રહેલા હોય અથવા એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપવા ઈચ્છે તો, પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઇન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.
કન્યા પરીક્ષાથી ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા માટે જે તે વિષયો માટેનું ઓનલાઇન આવેદનપત્ર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓનલાઇન ફી ભરવા માટેની સૂચનાઓ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલી છે.