Charchapatra

એક થઈ નેક થઈ કાર્ય થવું જોઈએ

શાસક પક્ષ અને વિપક્ષે કુદરતી આફત સમયે એક થઈ જન હિત માટે કાર્ય કરવું જોઈએ. જ્યારે વિધાનસભ્યો કે સંસદ સભ્યોને કોઈ આર્થિક લાભ થતો હોય ત્યારે વિરોધ પક્ષ કે અન્ય પક્ષના દરેક સભ્ય મૌન રહી વિરોધ ન કરતાં પોતાની સંમતિ દર્શાવી એ દરખાસ્તને સૌ સ્વીકારી લે છે. તો આવી કુદરતી કે માનવસર્જીત આપત્તિ વખતે શાસકપક્ષ વિરોધપક્ષ કે અન્ય પક્ષોએ એકબીજા ઉપર દોષારોપણ ન કરતાં સૌ ભેગા મળી એ મુશ્કેલી આપત્તિમાંથી મુક્ત થવા માટેના ઉપાયો વિષે વિચારવું જોઈએ.

આવા કપરા સમયમાં ધર્મ કે જાતિ અંગેનું રાજકારણ ન લાવવું જોઈએ. આપણા દેશમાં દરેક નેતાઓ એકબીજા ઉપર કાદવ ઉછાળી પોતે જ ખુબ સારા છે તે સાબિત કરવા માગે છે. બીજાના તરફ આંગળી કરવામાં આવે છે ત્યારે ત્રણ આંગળી પોતાની તરફ હોય છે તે કોઈએ પણ ભૂલવું ન જોઈએ. કેટલીક વખતે ટી.વી. ઉપર શાસકપક્ષ કે અન્ય પક્ષના નેતાઓ- સભ્યોની કોઈ એક વિષય પર ચર્ચા ચાલે છે. તેમાં પણ આક્ષેપબાજી થાય છે. તેવા કાર્યક્રમો પણ બંધ થવા જોઈએ. એમાં શોરબકોર અને આક્ષેપબાજી જ થાય છે. એક થઈ નેક થઈ કામ થવું જોઈએ એ હકીકત છે.

નવસારી- મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top