National

ઓમિક્રોનને કારણે ફરી કડકાઈ થશે: સુરતમાં હવે આ સિસ્ટમથી ચેકિંગ કરાશે

સુરત : વિશ્વમાં (World) હવે કોરોનાનો (Corona) નવો વેરિએન્ટ (New variant) ઓમિક્રોન (Omicron) હાહાકાર મચાવી રહ્યો છે. હવે રાજયમાં પણ આ વેરિએન્ટના દર્દી મળવા માંડતા સુરત (Surat) મનપાના તંત્રએ ફરી એકવાર કોરોના સામે લડવા કમર કસી છે. ખાસ કરીને પ્રથમ અને બીજી લહેરમાં સુરત કોરોનાના કેસ શોધવા માટે ટ્રિપલ ટી (Triple T) (ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ટ્રેકિંગ) વ્યૂહરચના અપનાવી હતી. તેનો ફરીથી ચૂસ્ત અમલ શરૂ કરવા તેમજ શહેરની ખાનગી હોસ્પિટલ (Hospital), તમામ સ્મશાન ગૃહો (Cemetery), સરકારી સંસ્થા, એનજીઓ (NGO) સાથે સંકલન કરવાની જવાબદારી મનપાના જુદા જુદા અધિકારીઓને સોંપવાનું શરૂ કરી દેવાયું છે.

શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા એકદમ નહીવત થઇ જતા કોવિડના નિયમોના પાલનમાં પણ આંખા આડા કાન થઇ રહ્યા હતા પરંતુ હવે ઓમિક્રોનના ભય હેઠળ મનપાના તંત્રએ ફરી કમર કસી છે અને કોવિડની ગાઇડલાઇનનો (Guideline) કડક અમલ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજયમાં જામનગર સહિત દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના ૧૨ કેસ નોધાઇ ચૂકયા છે. ત્યારે નવા વેરિએન્ટની ગંભીરતાને લઇ સુરત મનપાએ તકેદારીના ભાગરૂપે બહારથી આવતા લોકોના સધન ટેસ્ટિંગ ઉપરાંત શહેરની ખાનગી હો‌સ્પ‌િટલ, ક્લિનિકમાં સારવાર અર્થે આવાતા દર્દીઓની વિગતો પુરી પાડવા તબીબોને જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત સ્મીમેર તેમજ પ્રાઈવેટ હોસ્પિ.માં કેટલા વેન્ટિલેટર છે? કેટલા ચાલુ છે? કેટલા બંધ હાલતમાં છે? કેટલા મરામત કરવા જોગ છે? સહિતની તમામ માહિતી મનપા દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર લોકોની અવરજવર વધુ હોય સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ટેક્ષટાઈલ્સ માર્કેટ (Textile Market), ડાયમંડ (Diamond) ઇન્ડસ્ટ્રિઝ, સિનેમાઘરો (Theaters), મોલ (Mall) કોમર્શિયલ દુકાનો વગેરેમાં બંને ડોઝ લીધેલા હોવા જોઈએ અથવા RTPCR રિપોર્ટ નેગેટિવ હોય તેને જ પ્રવેશ આપવાની સૂચના મનપા દ્વારા આપવામાં આ‍વી છે. બહારગામથી આવતા મુસાફરોને કારણે કોરોનાનો ચેપ નહી ફેલાય તે માટે સુરત રેલ્વે સ્ટેશન (Railway Station), બસ (Bus) ડેપો અને શહેરના પ્રવેશ દ્વારો પર આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી સઘન બનાવી દેવામાં આવી છે.

Most Popular

To Top