Dakshin Gujarat

ના કર સમિતિ: હવે વલસાડ જિલ્લાનું ટોલનાકું હટાવો

સુરત, દેલાડ: સુરતના ભાટિયા અને કામરેજ ટોલનાકા (Toll Plaza) સામેનું આંદોલન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ સુધી લઇ જવામાં આવ્યું છે. આજે સુરત જિલ્લા ના કર સમિતિ દ્વારા વલસાડ (Valsad) નું ટોલનાકું હટાવવા પારડીના તીઘરામાં બેઠક (Meeting) યોજવામાં આવી હતી. સુરત, તાપી, નવસારી અને ભરૂચ જિલ્લા પછી વલસાડમાં ટોલનાકું રદ્દ કરવા સ્થાનિક ના-કર લડત સમિતી બનાવવામાં આવી છે.

વલસાડ જિલ્લાના આગેવાનોની સુરત જિલ્લા ના કર સમિતિના (Na Kar Samiti) સભ્યોની મીટિંગ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તીઘરા ગામ ખાતે યોજાઈ હતી. આ મીટિંગમાં સુરતની ના કર સમિતિના દર્શન નાયક, એમ.એસ.એચ.શેખ, મક્સુદ માંજરા, હેમંતપટેલ (બલેશ્વર) તથા નવસારી જિલ્લા ના કર સમિતિના સભ્ય હિમાંશુ વશી હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ મેહુલ વશી, ખેડૂત આગેવાન રમેશ દેસાઈ, વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુ દેસાઈ, વલસાડ જિલ્લાના એન.સી.પી.ના પ્રમુખ ગોપાલ પટેલ, નવીન પટેલ હાજર રહ્યા હતા.

વલસાડ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ એમ.પટેલ, પારડી તાલુકાના માજી વિરોધપક્ષના નેતા મુકેશભાઈ આર,પટેલ, સામાજિક આગેવાન બીલીન પટેલ, સુરેનું પટેલ, જીતેશ હળપતિ, હેમાંશુ તથા આનંદ દેસાઈ સહિતના આગેવાનો મળી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા ખાતે હાઇવે ઉપર આવેલ ટોલનાકા પર સ્થાનિક નાગરિકો (DD-03 અને DN-09 વાહનચાલકો)ને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે વલસાડ જિલ્લા ના કર સમિતિની રચના કરવામાં આવી તથા સ્થાનિક નાગરિકો માટે ટોલટેક્સ નો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના આગેવાનો દ્વારા ના કર સમિતિ બનાવવામાં આવી છે, જે બગવાડા ટોલનાકું હટાવવા આગળની રણનિતી નક્કી કરશે. આ સમિતિ બગવાડા ટોલનાકા પાસે રેમન્ડ કંપની પાસે નેશનલ હાઇવે (High Way) નંબર 48 પર ઓવર બ્રિજનું કામ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. તેને તત્કાળ ફરી શરૂ કરાવવા બગવાડા ટોલનાકા ખાતે સ્થાનિક નાગરિકો માટે સર્વિસ રોડ એન.એચ.એ.આઇ. દ્વારા બનાવવામાં આવ્યો નથી. તે સર્વિસ રોડને બનાવવા, હાઇવે ઉપર મોટિવડા બ્રિજનું કામ છેલ્લા એક બંધ હાલતમાં પડેલ છે તેને તત્કાળ શરૂ કરવા. નિલિક રેલ્વે ફાટક પર બ્રિજનું કામ છેલ્લા ત્રણ વર્ષની બંધ હાલતમાં છે તેને શરૂ કરાવવા માટે રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top