National

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: કેન્દ્ર સરકારે 22મી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી

નવી દિલ્હીઃ (New Delhi) કેન્દ્ર સરકારે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના અભિષેકને કારણે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્ર સરકારના (Government) કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ કર્મચારીઓની લાગણીઓ અને ભારે વિનંતીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2:30 કલાક સુધી તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં અડધા દિવસની રજાની જાહેરાત કરી છે.

રામલલાનો અભિષેક 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે અને દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ આ અવસર પર રજા જાહેર કરી દીધી છે. હવે કેન્દ્ર સરકારે પણ તેની તમામ ઓફિસો અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની નવી મૂર્તિનો ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ 22 જાન્યુઆરી સોમવારના રોજ યોજાનાર છે. આ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. કર્મચારી મંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો/વિભાગોને જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. કર્મચારીઓ આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે.

કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે લોકોના જબરદસ્ત ઉત્સાહને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ અંગે દેશભરના લોકો તરફથી ઘણી માંગ હતી. 22 જાન્યુઆરીના રોજ અડધો દિવસ કેન્દ્ર સરકારની કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Most Popular

To Top