Madhya Gujarat

આણંદ, ખેડા અને મહિસાગરમાં નવી કૃષિ વિષયક મંડળી બનાવાશે

આણંદ : નડિયાદ સ્થિત ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીમીટેડના ચેરમેન તેજસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના બાલાસિનોર, વિરપુરમાં નવી કૃષિ વિષયક સેવા સહકારી મંડળીઓની રચના કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે બેન્કનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ચરોતરનો કૃષિ ક્ષેત્રે વિકાસ થાય તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં આત્મનિર્ભર પેકેજ અંતર્ગત નાણામંત્રી દ્વારા ઓછા વ્યાજની ધિરાણ કેસીસી ધિરાણની ઘોષણા કરી હતી.

તેમાં પણ કેસીસીના ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું. આ અંતર્ગત ફેબ્રુઆરી માસની અંદર 6ઠ્ઠી ફેબ્રુઆરી 2020 થી પીએમ કિસાન લાભાર્થીઓને જેને કેસીસી ધિરાણ ન મળેલી હોય તેના માટે શરૂ કરવામાં આવી હતી. બાદ આ કાર્યને વધારે વેગ આપતા બીજો તબક્કો 24મી એપ્રિલ,2022 થી 1લી મે, 2022 સુધી “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” આ સૂત્ર સાથે ચાલુ કરવામાં આવી હતી. એ જ અનુસંધાને આગામી દિવસમાં આ યોજના હેઠળ વધુ કાર્ય જવા માટે થઈ રહ્યું છે.

જેની અંદર ‘ઘર ઘર કેસીસી અભિયાન’ યોજના હેઠળ એક 01લી ઓક્ટોબર, 2023 થી 31મી ઓક્ટોબર, 2023 દરમિયાન આ યોજના હેઠળ પીએમ કિસાન લાભાર્થીઓને જે કેસીસીથી વંચિત થયેલા હોય અને ખાસ કરીને કેસીસીના લાભાર્થીઓને ધિરાણ મળે તે માટે સરકારના આ આદેશને સમર્થન કરતા તે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદના ચેરમેન તેજસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં જે ગામોમાં સેવા સહકારી મંડળીઓ નથી અથવા તો જે ગામોમાં સેવા સહકારી મંડળી બંધ થયેલ છે.

તેવી મંડળીઓની પુનઃ રચના કરવા માટે અને નવી મંડળીઓનું નિર્માણ કાર્ય કરવા માટે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક આગામી સમયમાં પ્રયત્ન કરી રહી છે. સાથે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર અને સીએસસી સેન્ટર માટેની વિશેષ કામગીરી એ મંડળીઓને કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ માટે જે ગામના લોકોને મંડળીની રચના કરવી હોય અથવા જન ઔષધી કેન્દ્ર અને સીએસસી સેન્ટર તે અંગે કોઈ પણ સમસ્યા હોય નડિયાદ સ્થિત ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમીટેડનો સંપર્ક કરવા જણાવાયું છે.

Most Popular

To Top