National

નેપાળનું ગુમ થયેલું વિમાન લાર્જુંગ મુસ્તાંગમાં ક્રેશ હાલમાં મળ્યું: 4 ભારતીયો પણ સવાર હતા

નવી દિલ્હી: નેપાળની તારા એરનું ગુમ થયેલું વિમાન મુસ્તાંગના લાર્જુંગમાં ક્રેશ થયેલી હાલતમાં જોવા મળ્યું છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દ્વારા રાહત કાર્ય કરવામાં આવી રહ્યું નથી, પરંતુ સેના અને પોલીસની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

ભારતના (India) પાડોશી દેશ નેપાળની (Nepal) તારા એરનું 9NAET ડબલ એન્જિન પેસેન્જર પ્લેન (Plane) ગુમ થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ પોખરાથી જોમસોમ જઈ રહેલી તારા એરલાઈન્સની (Tara Airlines) 9 NAETનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાને સવારે 9.55 કલાકે ઉડાન ભરી હતી. 10.35 વાગ્યાથી વિમાન સાથે કોઈ પણ રીતે સંપર્ક સાઘી શકાયો નથી. ગુમ થયેલા વિમાનમાં 4 ભારતીય, 3 જાપાની અને બાકીના નેપાળી નાગરિકો હતા.

  • ગુમ થયેલા વિમાનમાં 4 ભારતીય, 3 જાપાની અને બાકીના નેપાળી નાગરિકો
  • ધૌલાગીરી પર્વતથી વળ્યા બાદ વિમાન માઉન્ટ ધૌલાગીરી તરફ વાળવામાં આવ્યું અને ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો
  • સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત
  • જોમસોમ એરપોર્ટના ટ્રાફિક નિયંત્રક પાસેથી માહિતી મળી આવી છે કે ઘાસામાં જોરદાર વિસ્ફોટ થયો

ડબલ એન્જિનવાળા આ વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો મુસાફરી કરતા હતા. મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે પ્લેનને મુસ્તાંગ જિલ્લાના જોમસોમના આકાશ પર જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગીરી પર્વતથી વળ્યા બાદ તેને માઉન્ટ ધૌલાગીરી તરફ વાળવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. તે જ સમયે, જિલ્લા પોલીસ કાર્યાલય મુસ્તાંગના ડીએસપી રામ કુમાર દાનીએ જણાવ્યું કે અમે સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત કરી રહ્યા છીએ. પ્લેનની શોધ માટે બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. નેપાળી ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે ગુમ થયેલા પ્લેનની શોધ માટે બે ખાનગી હેલિકોપ્ટર મુસ્તાંગ અને પોખરામાં તૈનાત કરવામાં આવ્યા છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોમસોમ એરપોર્ટના ટ્રાફિક નિયંત્રક પાસેથી માહિતી મળી આવી છે કે ઘાસામાં જોરદાર વિસ્ફોટ થયો છે, પરંતુ તે અંગેની કોઈ પુષ્ટિ થઈ નથી.

Most Popular

To Top