National

રામલલાને મામાના ઘરેથી 3 હજાર ક્વિન્ટલ ચોખા અને ગુજરાતથી મોકલાશે આ ભેટ

અયોધ્યા: યુપીના (UP) અયોધ્યામાં (Ayodhya) બની રહેલા ભવ્ય રામ મંદિર (RaamMandir) માટે દેશ-વિદેશથી રામલલાને ભેટમાં ઘણી વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. જેમાં ભગવાન રામની (Raam) માતાના ઘર છત્તીસગઢથી ત્રણ હજાર ક્વિન્ટલ ચોખા (Rice) આવવાના છે. તેમજ રામલલાના સસરાના ઘર જનકપુરથી (Janakpur) કપડાં (Cloths), ફળો (Fruits) અને ડ્રાયફ્રૂટ્સથી (Dry-fruits) સજ્જ 1100 થાળી ભેટ સ્વરૂપે આવવાની છે. ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી ઘણો સામાન અયોધ્યા (Ayodhya) આવશે. જેમાં ગુુજરાત તરફથી 108 ફૂટ લાંબી અગરબત્તી લલાને ભેટમાં આપવામાં આવશે.

રામલલાને આટલી વસ્તુઓ ભેટમાં આપવામાં આવશે
રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઇ રહ્યો છે. ત્યારે રાજ્યાભિષેક બાદ ભગવાનને વિશેષ પ્રસાદ ચઢાવવામાં આવશે. જેમાં તેમના મામાના ઘરેથી ચોખા અને સાસરિયાથી ડ્રાયફ્રૂટ્સની ભેટ આપવામાં આવશે. લલાની માતાનું ઘર છત્તીસગઢથી આ શુભ પ્રસંગે 3 હજાર ક્વિન્ટલ ચોખા અયોધ્યા આવશે. આ ચોખાની અત્યાર સુધીની સૌથી મોટી ભેટ હશે જે અયોધ્યા પહોંચશે. આ ચોખઅનો જથ્થો છત્તીસગઢના જિલ્લાઓમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે.

આ સાથે જ રામલલાની સાસરી એટલેકે નેપાળના જનકપુરથી 5 જાન્યુઆરીએ કપડાં, ફળો અને ડ્રાય ફ્રૂટ્સ અયોધ્યા પહોંચશે. આ ઉપરાંત ગિફ્ટથી શણગારેલી 1100 પ્લેટ પણ હશે. ઉપરાંત આ ભેટમાં 51 પ્રકારની મીઠાઈઓ, દહીં, માખણ અને ચાંદીના વાસણોનો સમાવેશ થશે.

આ સિવાય યુપીના એટાથી અષ્ટધાતુની 21 કિલોની ઘંટડી રામલલાના દરબારમાં પહોંચશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ દેશની સૌથી મોટી ઘંટડી હશે. જેની કિંમત 25 લાખ રૂપિયા હશે. તેને બનાવવામાં 400 કામદારોએ એક વર્ષની મહેનત બાદ બનાવી છે. અયોધ્યા પહોંચતી આ ઘંટડીની પહોળાઈ 15 ફૂટ અને અંદરની પહોળાઈ 5 ફૂટ છે. તેનું વજન 2100 કિલો છે.

આ સિવાય ગુજરાતના વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી રહી છે. તે પંચગવ્ય અને હવનની સામગ્રી સાથે ગાયના છાણમાંથી બનાવવામાં આવી છે. તેનું વજન 3500 કિગ્રા છે. વડોદરાથી અયોધ્યા પહોંચતી આ અગરબત્તીની કિંમત પાંચ લાખથી વધુ છે. તેને તૈયાર કરવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો. અગરબત્તી વડોદરાથી 110 ફૂટ લાંબા રથમાં અયોધ્યા મોકલવામાં આવશે. અગરબત્તી બનાવનાર વિહા ભરવાડે કહ્યું કે એકવાર તેને સળગાવી દેવામાં આવે તો તે દોઢ મહિના સુધી સતત સળગતી રહેશે.

રામ મંદિરના અભિષેક બાદ ભગવાનની ચરણપાદુકા પણ ત્યાં સ્થાપિત કરવામાં આવશે. હાલમાં આ પાદુકાનું દેશભરમાં પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ પાદુકા 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. જેને હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ તૈયાર કરી છે. શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ આ શ્રી રામ પાદુકા સાથે 41 દિવસ સુધી અયોધ્યાની પરિક્રમા કરી હતી. ત્યાર બાદ આ પાદુકાને રામેશ્વરમથી બદ્રીનાથ સુધીના તમામ પ્રખ્યાત મંદિરોમાં લઈ જવામાં આવી રહી છે અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે.

Most Popular

To Top