Vadodara

સિંધરોટ બ્રિજ નજીક ઈકો કારચાલક આગની લપેટમાં જીવતો જ ભુંજાયો

વડોદરા : વડોદરાના સિંધરોટ રોડથી પુર ઝડપે પસાર થઈ રહેલી ઈકો કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી.એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાર ચાલક ગણતરી ની પળોમાં આગની લપેટમાં ભડથું થઈ જતાં હાહાકાર મચી ગયો હતો.. બનાવની જાણ થતાં જ વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો તુરંત સ્થળ પર દોડી ગયા હતા.અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી  તાલુકા પોલીસ ને જાણ કરાતા જ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. જોકે કારચાલક બહાર નીકળી નહીં શકતા વિકરાળ આગની જ્વાળાઓમાં ભડથું થઈ જતા તેનું મોત થયું હતું.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ઈકો કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી હતી. મૃતક ઈસમની ઓળખ વિધિ પોલીસે હાથ ધરતા GJ 06PF3658 નંબરની પસાર થઈ રહેલી ઈકો કારમાં સવાર હરીશ દાદુભાઇ અમીન ( રહે: પિતૃ છાયા, ગોત્રી સેવાસી) હોવાનુ ખૂલ્યું હતું. પશ્ચિમ વિસ્તારમાં માલેતુજાર લોકો માં જેની ગણતરી થાય છે તેવા હરીશભાઇ આવી સામાન્ય કારમાં નીકળે સૌથી આશ્ચર્યની બાબત જ એ છે. કે નાણાકીય લેવડદેવડ અથવા જૂની અદાવતમાં કોઈ માથાભારે ઇસમોએ કાવતરું રચીને કરૂણ ઘટનાને અંજામ આપવા આગ લાગી કે લગાડવામાં આવી છે? બનાવ ખરેખર આકસ્મિક ઘટના છે કે પછી માનવસર્જિત તે દિશામાં પણ તાલુકા પોલીસે તપાસનો દોર લંબાવ્યો હોવાની માહિતી મળવા પામી છે.

Most Popular

To Top