Comments

નાઝીવાદ, ફાસીવાદ, હિંદુત્વ અને….

ઉત્તર પ્રદેશની શારદા યુનિવર્સિટીના એક રાજનીતિ શાસ્ત્રના એક પ્રાધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પરીક્ષામાં એક પ્રશ્ન રજૂ કર્યો હતો : ‘તમને ફાસીવાદી, નાઝીવાદ અને હિંદુત્વ વચ્ચે કોઇ સમાનતા દેખાય છે? દલીલો સાથે સવિસ્તાર જવાબ આપો.’ આ શિક્ષકને યુનિવર્સિટીના સત્તાધીશોએ એ ભૂમિકા પર સસ્પેન્ડ કરી નાંખ્યો હતો કે આ પ્રશ્ન પોતે જ આપણા દેશની મહાન રાષ્ટ્રીય ઓળખથી વિપરિત છે અને સામાજિક વિસંવાદિતા પેદા કરી શકે તેવો પ્રશ્ન છે.

મારે આ સવાલનો જવાબ આપવો છે! ઇટાલિયન ઇતિહાસકાર શ્રીમતી માર્ઝિયા કેસોલીરીએ ઇ.સ. 2000ની સાલમાં ઇકોનોટી એન્ડ પોલિટિકલ વીકલીમાં હિંદુત્વનું વિદેશી જોડાણ – 1903ના દાયકામાં વિષય પર નિબંધ લખ્યો હતો. 20 વર્ષ પછી એક પુસ્તક લખ્યું હતું – ‘ઇન ધ શેડો ઓફ સ્વસ્તિક : ધ રીલેશનશિપ બિટવીન રેડિકલ નેશનાલિઝમ ઇટાલિયન ફાસીઝમ એન્ડ નાઝીઝમ!’ ડો. કેસોલેરીએ ઇટાલી, ભારત અને બ્રિટનમાં અને અન્ય ભાષાઓ સંશોધનકારી આ પુસ્તકમાં લખ્યું છે કે મરાઠી પત્રકારોએ ઇટાલીમાં ફાસીવાદ નાબુદ ખૂબ રસપૂર્વક આલેખ્યો છે અને એવું વિચાર્યું છે કે આવી વિચારસરણી પછાત ખેતીપ્રધાન દેશ ભારતને ઔદ્યોગિક રાષ્ટ્ર બનાવશે અને અવ્યવસ્થિત સમાજમાં વ્યવસ્થા લાવશે.

ડો. કેસોલારી લખે છે કે મુસોલિની અને ફાસીવાદના આ લેખોનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ હેડગેવર અને ગોલવલકરનું સારું એવું વાચન કરતા હતા. હિંદુ મહાસભાના નેતાઓ સાવરકર અને મૂંજે પણ વાચન કરતા હતા. આ ચારે નેતાઓ મરાઠી ભાષી હતા. આમ 1920ના દાયકાના ઉત્તરાર્ધમાં ફાસીવાદી શાસન અને મુસોલિનીને મહારાષ્ટ્રમાં ઘણા ટેકેદારો મળી ગયા હતા. હિંદુ રાષ્ટ્રવાદીઓને સૌથી અસર કરી ગયેલા ફાસીવાદ પાસાઓએ ઇટાલીયન સમાજને અંધાધૂંધમાંથી વ્યવસ્થિત કરી નાંખ્યો હોવાની અને તેનું લશ્કરીકરણ કરી નાંખ્યું હોવાની ધારણા હતી અને લોકશાહી વિરોધી વ્યવસ્થા લોકશાહીનો વિકલ્પ ગણાતી હતી.

ડો. કેસોલેરી લખે છે કે ડો. મૂંજે 1931માં મુસોલિનીને મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ભારત જેવા ઉગતા દેશને ફાસીવાદ જેવી વ્યવસ્થાની લશ્કરી પુનરોદય માટે ખાસ જરૂર છે. ડો. મૂંજે મુસોલિનીથી ખૂબ પ્રભાવિત થઇ ગયા હતા અને મુસોલિનીનું વાકય ટાંકતા હતા કે માત્ર યુદ્ધ જ તમામ માનવીય ઊર્જાનો સૌથી વધુ તનાવ લાવી શકે છે અને તેને પહોંચી વળી શકવાની હિંમત હોય તેને ઉમદાપણાનો સિકકો મારી શકે છે. ફાસીવાદ સાતત્યપૂર્ણ શાંતિની શકયતા કે ઉપયોગિતામાં નથી માનતો. શાંતિવાદનો ઉદય સંઘર્ષથી દૂર રહેવાની મનોવૃત્તિ અને બલિદાનની સામે કાયરતાના કૃત્યમાંથી થયો છે.

ડો. મૂંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવિષ્યના સ્થાપક હેડગેવરના ગુરુ હતા. ડો. મૂંજેએ હેડગેવરને તબીબી શિક્ષણ લેવા કલકત્તા મોકલ્યા હતા. ઇટાલીની મુલાકાત લીધા પછી ડો. મૂંજે અને હેડગેવરે હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ભેગા કરવા માટે કામગીરી કરી હતી. ડો. કેસોલેરી લખે છે કે 1934ના જાન્યુઆરીમાં હેડગેવરે ફાસીવાદ અને મુસોલિની વિશેની પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું હતુ અને ડો. મૂંજેને મુખ્ય વકતા બનાવ્યા હતા.

1934ના માર્ચમાં જ ડો. મૂંજે અને હેડગેવાર અને અન્ય સભ્યોએ એક બેઠક બોલાવી હતી. જેમાં ડો. મૂંજેએ કહ્યું હતું કે મેં હિંદુ ધર્મશાસ્ત્ર આધારિત એક યોજના વિચારી છે, જે આખા ભારતમાં હિંદુત્વને એક સરખો પ્રમાણભૂત કરી નાંખશે પણ આપણી પાસે ભૂતકાળના શિવાજી કે વર્તમાનના ઇટાલી અને જર્મનીના મુસોલિની કે હિટલર જેવા હિંદુ સ્વરાજ ન મળે ત્યાં સુધી આ આદર્શ વાસ્તવમાં નહીં બદલી શકાય. પણ ભારતમાં કોઇ આપખુદ આવે નહીં ત્યાં સુધી આપણે હાથ જોડી બેસી નથી રહેવાનું. આપણે કોઇ વૈજ્ઞાનિક યોજના ઘડી તેનો પ્રચાર કરવાનો છે. ફાસીવાદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે સરખામણી કરી ડો. મૂંજેએ લખ્યું હતુ કે ફાસીવાદ લોકોમાં એકતા લાવવા માંગે છે. હિંદુઓના લશ્કરી ઉધામાએ ભારતમાં ખાસ કરીને હિંદુઓમાં આવી સંસ્થાની જરૂર છે. સંઘ આવી સંસ્થા છે.

ડો. કેસોલેરી લખે છે કે સંઘની ભરતી પ્રક્રિયા ઇટાલીના ‘બાલિલ્લા’ યુવા સંગઠ્ઠનની ભરતી પ્રક્રિયા જેવી જ હતી. 1933માં એક પોલીસ નોંધમાં જણાવાયું હતું કે સંઘ ભવિષ્યમાં ભારતના ફાસીવાદ કે નાઝીવાદ બનવાની આશા રાખે છે તેવું ધારવામાં અતિશયોકિત નથી. સંઘ મૂળભૂત રીતે મુસ્લિમ વિરોધી સંગઠન છે અને દેશમાં હિંદુઓની સર્વોપરિતા સ્થાપિત કરવા માંગે છે. સાવરકર વિશે ડો. કેસોલેરી લખે છે કે 1938માં નાઝી જર્મની હિંદુ મહાસભાના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. તે વખતે હિંદુ મહાસભાના અધ્યક્ષ સાવરકર હતા. ભારતમાં ‘મુસ્લિમ સમસ્યા’ ઉકેલવા જર્મનીની વંશીય નીતિઓનો અમલ કરવામાં આવતો હતો. સાવરકરે કહ્યું હતું કે જર્મનીને નાઝીવાદ અને ઇટાલીને ફાસીવાદ અપનાવવાનો અધિકાર છે અને ઘટનાઓએ આ વાદને વાજબી ઠેરવ્યા છે. રાષ્ટ્રીયતા ભૌગોલિક વિસ્તાર પર નહીં પણ વિચાર, ધર્મ, ભાષા અને સંસ્કૃતિની એકતા પર આધાર રાખે છે, તેથી જર્મનો અને યહુદીઓ રાષ્ટ્ર ન ગણી શકાય.

તેમણે કહ્યું હતું કે જર્મનીમાં જર્મનોની ચળવળ રાષ્ટ્રીય છે, જ્યારે યહુદીઓની ચળવળ કોમવાદી છે. રાષ્ટ્ર ત્યાંની બહુમતીથી બને છે. યહુદીઓ જર્મનીમાં શું કરે છે? તેઓ લઘુમતીમાં હોવાથી તેમને હાંકી કાઢો. ભારતના મુસલમાનો પોતાને જર્મનીમાં રહેતા યહુદીઓની જેમ હિંદુઓના પડોશી હોવાને બદલે બહારના ગણાવવા તત્પર રહે છે. ડો. કેસોલેરીના પુસ્તકમાં શ્યામાપ્રસાદ મુખરજીનો અછડતો ઉલ્લેખ આવે છે. બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં ઇટાલીની સરકારે ફાસીવાદના હમદર્દ ભારતીય બૌધ્ધિકો સાથે ધરોબો કેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

ડો. માર્ઝિયા કેસોલેરી હિંદુત્વ અને ફાસીવાદ વચ્ચે સમાનતા શોધનાર પ્રથમ વિદ્વાન નથી પણ તેણે સૌથી વધુ સવિસ્તર કાર્ય કર્યુ છે. તેમનું સંશોધન બતાવે છે કે શારદા યુનિવર્સિટીના પેલા શિક્ષકે વાજબી અને મહત્વનો પ્રશ્ન કર્યો હતો પણ વિદ્યાર્થીઓને જવાબ નહીં આપવા દઇ શિક્ષકને જ સસ્પેન્ડ કરી યુનિવર્સિટી વહીવટદારોએ સત્ય સામેનો પોતાનો ડર છતો કર્યો છે. તેનાથી વધુ ડર તો રાજકીય નેતાઓનો હતો, જેઓ આપણને એ ભૂલાવી દેવા માંગે છે કે હિંદુત્વના સ્થાપકો યુરોપીય ફાસીવાદથી વધારે પ્રોત્સાહિત હતા.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top