World

મોહમ્મદ પયગંબર અંગે ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનથી ઈસ્માલિક દેશો ખફા, ભારતે કરવો પડ્યો ખુલાસો

નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર પર ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રવક્તા નુપુર શર્માની (Nupur Sharma) વિવાદાસ્પદ ટિપ્પણીનો (Controversy Statement) મામલો મુસ્લિમ દેશ સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) સુધી પહોંચ્યો છે. ભારતને ઘેરીને OICએ સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંગઠનોને ભારતમાં મુસ્લિમોને નિશાન બનાવવા સામે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે. કતાર, કુવૈત અને ઈરાન બાદ હવે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. પાકિસ્તાનના નિવેદનને વાહિયાત ગણાવતા ભારતે તેને પોતાના ઘરમાં લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન આપવાની સલાહ આપી છે.

બીજેપી પ્રવક્તા નુપુર શર્મા એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર પર વિવાદીત ટીપ્પણી આપી હતી. તેમના આ નિવેદન બાદ ઈસ્લામીક દેશોમાં હોબાળો મચી ગયો છે. ઘણા આરબ દેશોએ આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને ભારતીય રાજદૂતોને બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, ભાજપે શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. અને તેમણે જણાવ્યું હતું કે ભારત તમામ ધર્મોનું સન્માન કરે છે.

આ અગાઉ કતારની રાજધાની દોહામાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે રાજદૂતે વિદેશ કાર્યાલયમાં એક બેઠક યોજી હતી, જેમાં ભારતમાં ધાર્મિક વ્યક્તિઓને બદનામ કરતી કેટલીક વાંધાજનક ટ્વીટ્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ પ્રવક્તાએ કહ્યું હતું કે , ‘આ ટ્વીટ કોઈપણ રીતે ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. આ અરાજક તત્વોના વિચારો છે. OICના નિવેદન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ભારતને લઈને આ સંગઠન દ્વારા આપવામાં આવેલા નિવેદનોને જોયા છે. સરકાર OIC સચિવાલયના ખોટા અને સંકુચિત નિવેદનોને નકારી કાઢે છે. ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે. તેમણે કહ્યું હતું કે ભારત સરકારના અભિપ્રાય આ નિવદેન કે ટીપ્પણી સાથે સંબંધિત નથી. સંબંધિત સંસ્થાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

OICએ શું કહ્યું?
OIC મોટાભાગે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનું આંતર-સરકારી સંગઠન છે, જેના સભ્ય દેશોમાં પાકિસ્તાન પણ સામેલ છે. દેશની આંતરિક બાબતો, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર સંબંધિત બાબતો પર ટિપ્પણી કરવા બદલ ભારતે હંમેશા OIC સંગઠનની ટીકા કરી છે. OIC પોતાને “મુસ્લિમ વિશ્વનો સામૂહિક અવાજ” કહે છે.

OIC એ ટ્વિટર પર એક પછી એક ટ્વીટ કરીને આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે. એક ટ્વિટમાં, સંગઠન વતી લખવામાં આવ્યું છે કે OICના મહાસચિવે ભારતના શાસક પક્ષના એક વ્યક્તિ દ્વારા પયગંબર મોહમ્મદ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનની આકરી ટીકા કરી છે. OIC કહ્યું કે ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે. ભારતના ઘણા રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ અને મુસ્લિમોની સંપત્તિને નુકસાનનો ઉલ્લેખ કરતા સંગઠને કહ્યું કે મુસ્લિમો પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.

OICની ટિપ્પણી પર ભારતની તીખી પ્રતિક્રિયા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ OIC મહાસચિવની ટિપ્પણીને નકારી કાઢી હતી. એક નિવેદનમાં, તેમણે કહ્યું, “ભારત સરકાર OIC સચિવાલય દ્વારા કરવામાં આવેલી અયોગ્ય અને સંકુચિત ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે.” ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે.

ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “તે દુ:ખદ છે કે OIC સચિવાલયે ફરી એકવાર ભ્રામક ટિપ્પણી કરી છે.” તે માત્ર નિહિત હિતોના ઈશારે ચાલી રહેલા વિભાજનકારી એજન્ડાને દર્શાવે છે. અમે OIC સચિવાલયને તેના સાંપ્રદાયિક અભિગમને અનુસરવાનું બંધ કરવા અને તમામ ધર્મોને યોગ્ય સન્માન આપવવા વિનંતી કરીશું.

નુપુર શર્માના સસ્પેન્શનથી કતાર ખુશ છે
મંત્રાલયે ભારતમાં શાસક પક્ષ દ્વારા જારી કરાયેલા નિવેદનનું સ્વાગત કર્યું હતું, જેમાં ભાજપના પક્ષના નેતાને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું કે કતાર ભારત સરકાર તરફથી જાહેર માફીની અને આ ટિપ્પણીઓની તાત્કાલિક નિંદાની અપેક્ષા રાખે છે. ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ કારારો જવાબ આપતા કહ્યું કે, “અપમાનજનક ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ પહેલાથી જ કડક કાર્યવાહી કરવામાં આવી છે.”

ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે
અધિકારીએ કહ્યું, “આપણી સંસ્કૃતિના વારસા અને વિવિધતામાં એકતાની મજબૂત સાંસ્કૃતિક પરંપરાઓને અનુરૂપ, ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ આદર આપે છે.” પ્રવક્તાએ કહ્યું કે ભારત-કતાર સંબંધો વિરુદ્ધ કામ કરતા લોકો આ અપમાનજનક ટિપ્પણીઓનો ઉપયોગ કરીને લોકોને ભડકાવી રહ્યા છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈને નબળો પાડવા માંગતા આવા બદમાશો સામે સાથે મળીને કામ કરવું જોઈએ.

વેંકૈયા નાયડુ હાલ કતારની મુલાકાતે છે
નવી દિલ્હીમાં બીજેપીએ તેના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે દિલ્હીના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને પ્રોફેટ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ હાલમાં કતારની મુલાકાતે છે અને રવિવારે તેઓ અહીં કતારના વડા પ્રધાન અને ગૃહ પ્રધાન શેખ ખાલિદ બિન ખલીફા બિન અબ્દુલ અઝીઝ અલ સાનીને મળ્યા હતા.

Most Popular

To Top