Dakshin Gujarat

જો અમારી સાથે દીવાલ બાબતે માથાકૂટ કરશો તો એકેય જીવતા રહેશે નહીં.. નવસારીની ઘટના

નવસારી: (Navsari) ભૂલા ફળિયા ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડતાં ઝઘડો (Quarrel) થયો હતો. જે ઝઘડામાં મહિલાને ઈજા થઈ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.

  • ‘આજે તો તમે બચી ગયા, જો અમારી સાથે દીવાલ બાબતે માથાકૂટ કરશો તો એકેય જીવતા રહેશે નહીં’
  • નવસારી તાલુકાના ભૂલા ફળિયા ગામમાં નજીવી બાબતે પાડોશીઓ બાખડતા મહિલાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
  • તારો ભાઈ કઈ રીતે કેનેડા જાય છે અને તું કઈ રીતે અમેરિકા જાય છે.. બોલતા જ થઈ આવી બબાલ

મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ભૂલા ફળિયા ગામે આહીરવાસમાં રહેતા હિતેશભાઈ ઉકાભાઈ આહીર ગત 4થીએ ઘરે હતા. ત્યારે ઘરની પાસે રહેતા પ્રિન્સ કિરણભાઈ આહીર તેના ઘરના ફળીયામાં ઉભો રહી તમે લોકો તમારા ઘરની કમ્પાઉન્ડ દીવાલ બનાવીને કઈ રીતે બહાર જાવ છો તારો ભાઈ કઈ રીતે કેનેડા જાય છે અને તું કઈ રીતે અમેરિકા જાય છે તેમ બોલતો હતો. જેથી હિતેશભાઈ ઘરના ફળીયામાં જઈ અમે અમારી જગ્યામાં દીવાલ બનાવીએ છીએ તમારી જગ્યામાં અમે બનાવતા નથી તેમ કહ્યું અને પછી કિરણભાઈ રવજીભાઈ આહીર, પ્રિયાંશીબેન કિરણભાઈ આહીર અને દક્ષાબેન કિરણભાઈ આહિરે આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા.

ત્યારબાદ પ્રિન્સ હિતેશભાઈ તરફ એકદમથી આવીને ધક્કો માર્યો હતો અને પછી કિરણભાઈ તેમની પત્ની દક્ષાબેન અને તેમની દીકરી પ્રિયાંશીબેન હિતેશભાઈને માર મારવા લાગ્યા હતા. જેથી હિતેશભાઈએ બુમાબુમ કરતા હિતેશભાઈની માતા રમીલાબેન છોડાવવા જતા તેમને પણ પ્રિન્સે તેના હાથમાં લાકડું લઈને આવી માથાના પાછળના ભાગે લાકડાનો એક ફટકો મારી દીધો હતો. જેના કારણે રમીલાબેનને લોહી નીકળવા લાગતા દિવ્યેશભાઈએ તેમને છોડાવ્યા હતા.

પરંતુ તે ચારેય લોકો ત્યાંથી જતા-જતા આજે તો તમે બચી ગયા છો હવે પછી જો અમારી સાથે દીવાલ બાબતે માથાકૂટ કરશો તો એકેય જીવતા બચશે નહી તેમ બોલતા બોલતા જતા રહ્યા હતા. ત્યારબાદ રમીલાબેનને સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે હિતેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે કિરણભાઈ આહીર, પ્રિન્સ આહીર, પ્રિયાંશી આહીર અને દક્ષાબેન આહીર વિરુદ્ધ ફરિયાદ નોન્દ્વતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછાવાહાએ હાથ ધરી છે.

Most Popular

To Top