Dakshin Gujarat

નવસારી પતંગોત્સવ ઉજવવા માંગણી : જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

નવસારી : ગુજરાતમાં તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. ત્યારે સરકાર પણ તહેવારો ઉજવવા માટે પ્રતિબંધ લગાવી રહી છે. અથવા સરકારની ગાઇડ લાઇન મુજબ તહેવારોની ઉજવણી કરવા જણાવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં મકરસંક્રાતિ (KITE FLYING)નો તહેવાર આવી રહ્યો છે. જે તહેવારને લઇ સરકારી નવી ગાઇડ લાઇન બહાર પાડી છે. ગુજરાત હાઇકોર્ટના નિવેદન મુજબ આ ઉત્તરાયણમાં ખાસ ધાબા પર ભીડ ના થાય તેની પૂર્વ તૈયારી રૂપે લાઉડ સ્પીકરના ઉપયોગ પર ખાસ પ્રતિબંધ મુકાયો છે.

સાથે જ ગુજરાતમાં અનેક જગ્યાએ ઉજવાતા પતંગોત્સવ રદ કરી સાદાયથી મકરસંક્રાતિનો તહેવાર ઉજવવા જણાવ્યુ છે. બીજી તરફ હાલ પણ ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી નથી. જેના પગલે પતંગ રસીયાઓ પણ પતંગોની ખરીદી કરવા ઉપર રોક લગાવશે. તો બજારમાં પણ મંદિનો માહોલ સર્જાયો છે. ત્યારે દોરી માંજનારાઓને પોતાના કુંટુબોના ભરણપોષણ માટે કમાણી કરવાનો અવસર આપી ગુજરાતમાં પતંગોત્સવ ઉજવવાની માંગ કરી સેવા સંસ્થાના અધ્યક્ષ કનુભાઇ સુખડીયાએ જિલ્લા કલેક્ટર (DISTRICT COLLECTOR)ને આવેદનપત્ર પાઠવ્યુ છે.

આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં પતંગોત્સવ દર વર્ષે રંગે ચંગે ઉજવવામાં આવે છે. જે 14 જાન્યુઆરીએ લોકો સવારથી જ ધાબે ચઢી પતંગ ચગાવી તહેવાર ઉજવે છે. મકરસંક્રાતિના પર્વ માટે આખુ વર્ષ પતંગ બનાવનારા અને માંજા માસ્તરો પતંગોત્સવના તાત છે. જેથી કલાવિંદોને રોજગારી મળે તેની વ્યવસ્થા (MANAGEMENT)કરવાની માંગ કરી છે. સાથે જ પતંગોત્સવ માટે પોતાની પરંપરાગત કલાગીરી ખીલવવાનો મોકો આપી દોરો માંજતા માસ્ટરોને હેરાનગતિ ન થાય અને જાહેરનામાના ઓથા હેઠળ હેરાન પરેશાન કરી ખોટી ફરિયાદો ન કરવાની માંગ કરી છે.

મહત્વની વાત છે કે 11 થી 14 જાન્યુઆરી દરમિયાન નાઈટ કર્ફ્યુ (NIGHT CURFEW)ની ચુસ્ત અમલવારી જરૂરી થઇ પડશે. ચાઈનીઝ (CHINESE) દોરા અને તુક્કલ પર દર વર્ષની જેમ પ્રતિબન્ધ રહેશે. અને આના વેચાણ ઉપર પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે કોઈ પણ ધર્મના વિરોધમાં નથી પણ સંક્ર્મણ ન ફેલાય તે જ અમારી પ્રાથમિકતા છે અને તેના માટે પૂરતી તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે, જેથી સરકારે મોટા આયોજનો પર પ્રતિબન્ધ લાદવામાં આવ્યો છે. જો કે મંદીના મારે લોકો ઉજવણીથી ખચકાય રહ્યા હોય એ પણ એક વાત છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top