Dakshin Gujarat

નવસારી ગાંધી ફાટક ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલો પીકઅપ ઝડપાયો, પોલીસે જોયું તો અંદર કોઈ ન્હોતું

નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે ગાંધી ફાટક ઓવરબ્રિજ પહેલા 4.80 લાખના વિદેશી દારૂ (Alcohol) ભરેલો પીકઅપ ઝડપી પાડ્યો હતો. પરંતુ ચાલક પીકઅપ મૂકી નાસી ગયો હતો. જેથી પોલીસે ચાલક અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરાયા છે.

  • નવસારીના ગાંધી ફાટક ઓવરબ્રિજ પાસેથી 4.80 લાખના વિદેશી દારૂ ભરેલો પીકઅપ ઝડપાયો
  • ચાલક પીકઅપ મૂકી નાસી ગયો, પોલીસે ચાલક અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ગાંધી ફાટક ઓવરબ્રિજ ચઢતા પહેલા સર્વિસ રોડ ઉપર સાંઈ અવતાર રેસીડન્સીના ગેટ સામે જાહેર રોડ ઉપર એક બોલેરો પીકઅપ (નં. જીજે-05-એયુ-3470) ને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પીકઅપ ચાલક પીકઅપ મૂકી નાસી ગયો હતો. પોલીસે પીકઅપમાં તપાસ કરતા તેમાંથી 4.80 લાખના વિદેશી દારૂની બોટલો અને ટીન બીયર મળી કુલ્લે 2628 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે બોલેરો પીકઅપના ચાલક અને દારૂનો જથ્થો મંગાવનાર તેમજ જલાલપોરમાં રહેતા ભાવેશ માનસિંગ વાઘેલાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે વિદેશી દારૂ સહીત 3 લાખનો પીકઅપ મળી કુલ્લે 7.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top