Dakshin Gujarat

નવસારી: ગણદેવી ફળ સંશોધન કેન્દ્ર ગુજરાત અને દેશનું પ્રથમ સેન્ટર બન્યું

નવસારી : ભારતીય કૃષિ અનુસંધાનના ડેપ્યુટી ડાયરેક્ટર અને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટના અધ્યક્ષ સ્થાને વર્ષ 2022 માટે બેસ્ટ સેન્ટર એવોર્ડ (Award) ગણદેવી ફળ સંશોધન કેન્દ્રને (Fruit Research Centre) આપવામાં આવ્યો છે. ભારતીય કૃષિ અનુસંધાન (ICAR) ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP on FRUITS) ફળની 10મી વાર્ષિક ગ્રુપ ડિસ્કશન મીટીંગ ગત 28મી ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમ્યાન યોજાઇ હતી.

  • સતત ત્રીજા વર્ષે બેસ્ટ એવોર્ડ મેળવનાર ગણદેવી ફળ સંશોધન કેન્દ્ર ગુજરાત અને દેશનું પ્રથમ સેન્ટર બન્યું
  • નવસારી કૃષિ યુનિવર્સિટીના (Agricultural University) ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત કરાયો
  • વર્ષ 2022 માટે બેસ્ટ સેન્ટર એવોર્ડ ગણદેવી ફળ સંશોધન કેન્દ્રને આપવામાં આવ્યો
  • વર્ષ 2020 અને 2021 માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત થયો હતો

દેશના વિવિધ 50 ટ્રોપીકલ અને સબટ્રોપીકલ ફળ સંશોધન કેન્દ્રોની આખા વર્ષ દરમ્યાનની થયેલી કામગીરીનું મુલ્યાંક્ન કરવામાં આવે છે. જેમાં ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., ગણદેવીને તેમની ઉમદા કામગીરીને ધ્યાને લઈ ભારતીય કૃષિ અનુસંધાનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ હોર્ટીકલ્ચર ડો. આનંદ કુમાર સિંહ અને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ડો. પ્રકાશ પાટીલના અધ્યક્ષ સ્થાને વર્ષ 2022 માટે બેસ્ટ સેન્ટર એવોર્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે. વર્ષ 2020 અને 2021 માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત થયો હતો. આમ ફળ સંશોધન કેન્દ્રને આખા દેશમાંથી સતત ત્રણ વર્ષથી એટલે કે હેટ્રીક બેસ્ટ સેન્ટર એવોર્ડ મળ્યો છે.

જે સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે. કોઈ એક સેન્ટરને સતત ત્રણ વાર બેસ્ટ સેન્ટર એવોર્ડ મેળવનાર ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ગુજરાતનું અને દેશનું પ્રથમ સેન્ટર છે. આ બાબતે ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., ગણદેવીના કર્મચારી ગણ ડો. પી. કે. મોદી, ડો. કે. ડી. બિશને, પ્રો. કે. વી. મકવાણા તેમજ તમામ અન્ય સ્ટાફનો કેન્દ્રના વડા તરીકે ડો. અંકુર પટેલે ગણદેવી કેન્દ્રની સહિયારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ એવોર્ડ ગણદેવી કેન્દ્રને મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ, સંશોધન નિયામક ડો તીમુર એહલાવત અને કુલસચિવ એચ.વી. પંડ્યા ગણદેવી કેન્દ્રને ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે.

Most Popular

To Top