Dakshin Gujarat

દિવાળી ટાણે તસ્કરો સક્રિય: ખેડૂતના મકાનને નિશાન બનવી આટલા મુદામાલ પર હાથફેરો કરી ગયા

ભરૂચ: નેત્રંગ તાલુકાના (Natrang) કબીરગામમાં રહેતા ખેડૂતના (Farmer) મકાનને તસ્કરોએ (Thief) નિશાન બનાવી તલ વેચાણમાંથી મળેલ રોકડા રૂ.૧.૯૩ લાખની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. મૂળ સુરતના અને હાલ નેત્રંગ તાલુકાના કબીરગામમાં રહેતા ચતુર પોપટ વેકરિયા ખેતી કરી પોતાના કુટુંબકબીલા સાથે ગુજરાન ચલાવે છે. ગત તા.૧૫ ઓક્ટોબરે રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેઓના મકાનના પાછળના દરવાજાની જાળી તોડી સ્ટોર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ખેડૂતે તલના વેચાણના રોકડા રૂ.૧.૯૩ લાખની રકમ કબાટમાં મૂકેલી હતી. જે તમામ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી બાબતે ખેડૂતે નેત્રંગ પોલીસમથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

પાલી ગામે હાઈવેની સાઈટ પર લોખંડની ચોરી કરનાર ચાર મહિલા સહિત છ પકડાયાં
કામરેજ: ત્રણ દિવસ અગાઉ પાલી ગામમાં મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી કરતી એજન્સીની સાઈટ પરથી લોખંડના સળિયા, સેન્ટિંગની પ્લેટ, કોપર કેબલ મળી કુલ 2,78,000ની ચોરી કરનાર ચાર મહિલા સહિત કુલ 6 લોકોને કામરેજ પોલીસે પકડી પાડ્યા હતા.કામરેજ તાલુકાના પાલી ગામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામ કરતી એજન્સીની સાઈટ પર ગત ગુરુવારે રાત્રિના લોખંડના સળિયા 8500 કિલો કિંમત રૂપિયા 1,70,000, સેન્ટિંગ મટિરિયલની પ્લેટ નંગ-50 કિંમત 80,000 રૂપિયા, કોપર કેબલ 40 મીટર કિંમત 28000 રૂપિયા મળી કુલ 2,78,000 રૂપિયાની ચોરી કરી ગયા હતા.

ચોરીનો મુદ્દામાલ લેનાર પણ ઝડપાઇ ગયો
કામરેજ પોલીસે ચોરી કરનાર સાહિલ મજીદ શેખ ,અનિશ તસલીમ શેખ ,મીનાક્ષી મનોજ પાઠરકર,દારકી મગન ખલશેખ,નંદા પ્રકાશ પાથરકર,સવિતા અનિલ કસાબને ચોરીના મુદામાલ સાથે બે ઓટો રિક્ષા પાલીથી મીરાપુર જતાં રોડ પર પકડી પાડ્યાં હતાં. પૂછપરછ દરમિયાન ચોરી કરેલો મુદ્દામાલ લેનાર એહમદ ઉર્ફે ભીખો કાલુ ખટીકને પણ પકડી પાડી 2,50,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ચોરીનો મુદ્દામાલ લેનાર અન્ય ગફર અજીત પટેલ ફરાર થઈ ગયો હતો.

Most Popular

To Top