Sports

રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે અરજી સબમીટ કરવાની સમયમર્યાદા લંબાવી

નવી દિલ્હી : રમત મંત્રાલયે બુધવારે આ વર્ષના રાષ્ટ્રીય રમત પુરસ્કારો (National Sports Awards) માટે અરજી (Application) સબમિટ કરવાની અંતિમ તારીખ ત્રણ દિવસ વધારીને 1 ઓક્ટોબર કરી છે. અગાઉ, મંત્રાલયે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર નક્કી કરી હતી. આ વર્ષથી સમર્પિત પોર્ટલ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.

  • dbtyas-sports.gov.in પર ઓનલાઇન અરજી સબમીટ કરવાની અંતિમ તારીખ 27 સપ્ટેમ્બર હતી
  • તારીખ લંબાવીને 1લી ઓક્ટોબર કરવામાં આવી

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર, 2022થી વધારીને 1 ઓક્ટોબર 2022 (શનિવાર) કરવામાં આવી છે. નિવેદન અનુસાર એવોર્ડ માટે લાયકાત ધરાવતા ખેલાડીઓ, કોચ, સંસ્થાઓ, યુનિવર્સિટીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. તેઓએ સમર્પિત પોર્ટલ ‘ડીબીટીવાયએએસ-સ્પોર્ટસ.જીઓવી.ઇન’ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન/ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા / માન્ય નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન / સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ / રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો વગેરેને પણ તે મુજબ જાણ કરવામાં આવે છે. 1 ઓક્ટોબર, 2022 (શનિવાર) પછી મળેલા નોમિનેશનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં

Most Popular

To Top