Comments

‘ન્યૂ ઈન્ડિયા’ની રાષ્ટ્રીય સુરક્ષા મીમાંસા અને ડોભાલના સુરક્ષા સિદ્ધાંત

‘સરકારની તેના નાગરિકોના રક્ષણ અને સંરક્ષણની ક્ષમતા’ તેમજ ‘પોતાને હિંસા કે હુમલાથી બચાવવાની દેશની ક્ષમતા’ ને રાષ્ટ્રીય સુરક્ષા તરીકે જાણીએ છે. ‘ન્યૂ ઈન્ડિયા’ના રાષ્ટ્રીય સુરક્ષા મીમાંસાને સમજવા માટે, ડોભાલનો સિદ્ધાંત શું છે તે જાણવો પડશે. આ કોઈ લેખિત લખાણ નથી કે કોઈ પુસ્તકમાં ક્યારેય જાહેર કરવામાં નથી આવ્યો. હું અંતમાં તેના વિશે થોડું વર્ણન કરીશ પરંતુ એક વીડિયોમાં જે કહેવાયુ હતું, હા એક વીડિયોમાં! કારણ કે ભારત પાસે હેનરી કિસિંજર જેવા બૌદ્ધિક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નથી, જે વિચારતા અને તેનો ફિલ્ડ પર ઉપયોગ પણ કરતા. કદાચ અજિત ડોભાલ થીસીસ કે શોધનિબંધ પાછળ પોતાનો સમય નથી બગાડતા;

એ.જી. નૂરાનીએ તેમના પર એક કૂથલી લેખ આલેખ્યો હતો, ‘‘ડોવાલ તેની બાંયો ચઢાવી કામ કરવામાં અચકાતા નથી. તે ઇસ્લામિક સ્ટેટ ઇરાક દ્વારા બંધક બનાવાયેલા ભારતીયોના બચાવ મિશન પર ગયા હતા; પછી મ્યાનમારમાં સ્થતિને થાળે પાડવા ભારતીય સેનાના ‘હોટ પર્સ્યુટ’નું આયોજન કર્યું; એલઓસી પર ગોળીબાર માટે પાકિસ્તાનને ઠપકો આપવા માટે નવી દિલ્હીથી ઈસ્લામાબાદમાં તેમના સમકક્ષ પાકિસ્તાન હાઈ કમિશનરને ફોન કરવો; મુંબઈમાં યાકુબ મેમણના અંતિમ સંસ્કાર વખતે ભીડને નિયંત્રણમાં રાખવાની વ્યવસ્થા પર નજર રાખવી; ઉબેર કેબ રેપ કેસમાં દિલ્હી પોલીસની પૂછપરછ કરવા જેવું બીજું ઘણું કર્યું. તેઓ ખરેખરમાં ‘મેન ઓફ ઍક્શન’ છે, આ પહેલાં તેમના જેવા અધિકારી આપણે ક્યારેય જોયા જ નથી.’’

આ લેખ નવેમ્બર 2015 માં પબ્લિશ થયો હતો. ત્યાર પછીના સાત વર્ષોમાં, ડોભાલ એક અલગ પરાક્રમ પર છે, નિઝામુદ્દીનમાં તબલીગી જમાતને ખાલી કરાવવા સહિતના અન્ય કામો, જે ભારતમાં સરકાર દ્વારા કોવિડ માટે ગુનેગાર ઠેરાવવાનો ખોટો અને શરમજનક આરોપ મૂકવામાં આવ્યો હતો. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે તેનો સંકેત આપવા બિરયાની ખાતા ફોટો પણ પડાવ્યા. શક્ય છે તેમની મંડળીના અન્ય લોકોની જેમ પોતાને મીડિયામાં પ્રભાવશાળી દેખાવું પસંદ કરે. હજી સુધી મણિપુર નથી ગયા, જોકે આ પાછળનું કારણ કોઈને ખબર નથી પણ હા, તેઓ વેશ બદલવામાં અવ્વલ હોવાનો દાવો કરે છે.

મુદ્દો એ છે કે : જ્યારે માલિક તમામ શ્રેય લઈ લે, તો આપદા પડે ત્યારે મજૂરે શા માટે દોષ લેવા ઉતાવળ કરવી જોઈએ? જો આટલી ‘નાગરિકોના રક્ષણ અને સંરક્ષણ કરવાની ક્ષમતા’ નથી, તો કંઈ મતલબ નથી. બીજી વાત એ છે કે જ્યારે તમામ નિર્ણયો મુખિયા દ્વારા લઈ તેને અભૂતપૂર્વ અને ઐતિહાસિક પ્રસંગો તરીકે જાહેર કરવાનો રિવાજ છે તો પછી ત્યાં શા માટે તેની નિષ્ફળતા નિચલા સ્તરે ઢોળવી? તેથી જ શક્ય છે કે આપણા સમયના સમર્થ જાસૂસનો દેશની ગંભીર જોખમી સ્થિતીમાં કોઈ ફાળો નથી.

તેમની હાલની કામગીરીનાં સમાચારમાં કંઈક આવી હેડલાઇનનો સમાવેશ થાય છે – 29 જૂને ‘‘વેગનરના વિદ્રોહ પછી, રશિયન સુરક્ષા કાઉન્સિલના સેક્રેટરીએ NSA અજીત ડોભાલને કોલ કર્યો’’ 26 જૂને ‘‘NSA અજીત ડોભાલ ઓમાનના ટોચ નેતૃત્વને મળ્યા, સુરક્ષા સંબંધોને વધારવાના માર્ગ પર ચર્ચા કરી.’’ 17 જૂનના રોજ એક મીટિંગમાં અજીત ડોભાલે એક ઈતિહાસકાર તરીકેના પોતાના ઈતિહાસ પરનાં બહોળા જ્ઞાનને જાહેર કરતા કહ્યું કે, ‘‘જો નેતાજી સુભાષ બોઝ હોત તો ભારતનું વિભાજન થયું ન હોત’’ તેમના માટે સારી વાત એ છે કે વધારે મહત્વની બાબતોમાં તેમની ગેરહાજરી વિશે કોઈ હેડલાઇન્સ નથી કારણ કે એમના ભાગમાં નિષ્ફળતા માટે કોઈ જવાબદારી નથી ખાસ કરીને મણિપુર માટે, જાણે કે એ તેમની જવાબદારીમાં નથી તેમ આગળ વધી શકે છે.

ફરજ પ્રત્યેની આ બેદરકારી આગળ પણ જોવા મળી છે. 2018માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ડિફેન્સ પ્લેનિંગ કમીટીનો ચાર્જ આપવામાં આવ્યો હતો. આની અધ્યક્ષતા ડોભાલે કરવાની હતી અને તેમાં વિદેશ સચિવ, સંરક્ષણ સચિવ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ત્રણેય સેનાના વડાઓ અને નાણાં મંત્રાલયના સચિવોનો સમાવેશ થતો હતો. તેમની પાસે ‘રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા પ્રાથમિકતાઓ, વિદેશ નીતિની આવશ્યકતાઓ, ઓપરેશનલ નિર્દેશો અને સંબંધિત આવશ્યકતાઓ, સંબંધિત વ્યૂહાત્મક અને સુરક્ષા-સંબંધિત નિયમો, સંરક્ષણ અને માળખાગત વિકાસ યોજનાઓ, રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના, વ્યૂહાત્મક સંરક્ષણ સમીક્ષા, આંતરરાષ્ટ્રીય સંરક્ષણ જોડાણ વ્યૂહરચના’ જેવી ઘણી જવાબદારીઓ છે.

તેઓ 3 મે 2018 ના રોજ બેઠક થયા પછી તેઓ ફરી મળ્યા હોય તેવું લાગતું નથી અને હવે તેને પાંચ વર્ષ થઈ ગયા છે. લદ્દાખ બાદ આ કમીટીમાં રસ રહ્યો ન હશે, કારણકે પાકિસ્તાન અને મુસ્લિમો ડોભાલના રસના વિષય છે. જો નૂરાનીના કહ્યા મુજબ તેમની ક્રિયાઓમાં ક્રમિકતા જોડાયેલી હોય તો તે આ બારી દ્વારા જોઈ શકાય છે. ડોભાલનો સિદ્ધાંત કહે છે કે ‘આતંકવાદ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે અને પાકિસ્તાન મુખ્ય દુશ્મન છે.’ સરકારે 2020ની ઘટનાઓ પછી આ હકિકત સત્ય ન હોવાનું સ્વીકાર્યું.

ગલવાન પહેલા, સેનાના 38 વિભાગોમાંથી, 12વિભાગ ચીનનો સામનો કરતા, જ્યારે 25 વિભાગો એક રિઝર્વ વિભાગ સાથે ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત હતા. ફરીથી સોંપણી પછી, 16 વિભાગો ચીનનો સામનો કરે છે. અગાઉની સ્થિતિ અને તેને બદલવાનું કારણ શું હતું? અમને ખબર નથી, જો કે ડોભાલ કોઈ નવો સિદ્ધાંત લખે અથવા તેના વિશે વાત કરે તો કદાચ જાણવા મળે. જ્યારે કોઈ વ્યક્તિ અચાનક 2014થી અત્યાર સુધી જે ગીત વાગી રહ્યા છે તે સાંભળી દૂર જતો નજરે પડે તો સમજી લેવું કે એ વ્યક્તિને ખ્યાલ આવી ગયો છે કે આ યોજના જેને આપણે ‘ન્યુ ઈન્ડિયા’ કહીએ છીએ તેના કથની અને કરણી વચ્ચે શું ભેદ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top