Vadodara

નર્મદા કિનારે સમગ્ર દેવી દેવાતાનો વાસ : વિનુભાઇ શાસ્ત્રી

વડોદરા: વડોદરા શહેરના જય નારાયણ સુંદરકાંડ પરિવાર દ્વારા નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા પરિક્રમમાં 321 શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 3500 કિલો મીટરની નર્મદા પરિક્રમા યોજાઇ હતી.

  પૂ.વિનુભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે  ઝાડેશ્વરથી શરૂ કરõõõõેલી નર્મદા પરિક્રમા નારેશ્વર, માલસર, ચાણાેદ, કરનાળી, ગુરેડેશ્વર, હાફેશ્વર, મધ્યપ્રદેશમાં મહેશ્વર, માંડાેવગઢ, ઉજ્જૈન, નેમાવર, અમરકંટક પહોંચી હતી. અમરકંટકમાં તટ પરિવર્તનનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરત ફરતા ડિંડોરી, મહારાજપુર, પરમહંસી ખાતે આદ્યગુરુ શંકરાચાર્ય આશ્રમ, હૌશંગાબાદ, ખંડવા, ઓમકારેશ્વર, પ્રકાશા તાપીનદી પુષ્પદંતેશ્વર મહાદેવ દર્શન, સરદાર સરોવર સુરપાણેશ્વર નવનિર્માણ મહાદેવ મંદિર, રામપુરા ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા, દર્શન અને દશાઅવતાર રણછોડરાય મંદિર, ઝગડીયા નજીક ગુમાનદેવ હનુમાન મંદિર, અંકલેશ્વર રામકુંડ, હાંસોટ તટપોર સ્થિત વિમલેશ્વર દરિયા કિનારે મહાદેવ, દહેજ પાસે મીઠી તાલઇના નાવડીમાં પાર કરીને દર્શન, ભાડભુતેશ્રર મહાદેવ દર્શન ત્યારબાદ ઝાડેશ્વર યાત્રા સંપન્ન કરાઇ હતી. યાત્રા દરમિયાન દરરોજ સુંદરકાંડના પાઠ તેમજ નર્મદા અષ્ટકમ, રુદ્રાષ્ટકમ, દત્ત બાવની, નર્મદા બાવની, હનુમાન ચાલીસા અને મા નર્મદા જીની આરતી કરવામાં આવી હતી.

દરેક યાત્રીને નર્મદાજીનું ફોટો, સુંદરકાંડનું પુસ્તક ભેટની ભેટ આપવામાં આવી હતી. દરેક શ્રદ્ધાળુને જય નારાયણ સુંદરકાંડ પરિવાર તરફથી સવારે ચા-કોફી, ગરમ નાસ્તો, બપોર અને સાંજે ભોજન આપવામાં આવતું હતું. આ ભોજન સંપૂર્ણ સાત્વિક એટેલેક ડુંગળી અને લસણ વિનાનું પિરસવામાં આવતું હતું.

પરિક્રમા દરમિયાન દરેક સ્થળોનું મહત્વા દર્શનાર્થીઓને જણાવ્યું હતું. મા નર્મદાજીની ઉત્પતિ ભગવાન શંકરના પરસેવામાંથી થઇ છે. શંકરભાગવાન મઇકલ પર્વત ઉપર તપશ્ચર્યામાં બેઠા હતા તે દરમિયાન જે પરસેવો થયો તેમાંથી માં નર્મદાજીનો ઉદભવ થયો હતો મા નર્મદાજીના કંકર એટલા શંકર છે નર્મદા પરિક્રમા દરેક ઋષિમુનિઅોએ કરી છે. નર્મદાજીના બંને કિનારે સમગ્ર દેવી દેવાતઓનો વાસ હોવાથી મા નર્મદાજીની પરિક્રમા જીવનમાં એકવાર કરવી જ જોઇએ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top