Sports

ટેનિસમાં અણનમ ગણાતા નડાલ અને જોકોવિચે ફ્રેન્ચ ઓપનની શરૂઆત જીત સાથે કરી

પેરિસ : રોલાં ગેરોના ક્લે કોર્ટનો બાદશાહ રાફેલ નડાલ (Rafael nadal) અને પુરૂષોમાં નંબર વન નોવાક જોકોવિચે (dokovich) ફ્રેન્ચ ઓપન (french open) ટેનિસ ટૂર્નામેન્ટ (tennis tournament)ના પહેલા રાઉન્ડ (first round)ની મેચ સરળતાથી જીતી લઇને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરવા સાથે પોતાના અભિયાનની શરૂઆત જીત (starting with victory) સાથે કરી હતી.

પુરૂષોમાં નડાલ અને જોકોવિચ ઉપરાંત મેટિયો બેરેટિની, ડિએગો શ્વાર્ટઝમેન અને એલેક્ઝાન્ડર ઝ્વેરેવ તેમજ મહિલાઓમાં કેરોલિન પ્લિસકોવા, સ્લોઅન સ્ટીફન્સ, કોકો ગોફ અને એનેટ કોન્ટાવેટે પોતપોતાની મેચ જીતીને આગેકૂચ કરી હતી. આ તરફ ફ્રેન્ચ ઓપનના પ્રારંભથી શરૂ થયેલો અપસેટનો સિલસિલો મહિલાઓમાં 10મી ક્રમાંકિત બેલિન્ડા બેનસિચ અને પુરૂષોમાં 11માં ક્રમાંકિત રોબર્ટો બટિસ્ટા અગૂટની હાર સાથે ચોથા દિવસે પણ યથાવત રહ્યો હતો.

નડાલે ફ્રેન્ચ ઓપનમાં પોતાના પ્રભુત્વને અનુરૂપ પ્રદર્શન કરીને પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના 21 વર્ષિય ખેલાડી એલેક્સી પોપિરીન સામે 6-3, 6-2, 7-6થી જીત મેળવી હતી. આ સાથે જ નડાલે રોલાં ગેરાંમાં સતત 26 સેટ જીત્યા છે. નંબર વન જોકોવિચે બે કલાકથી પણ ઓછા સમયમાં અમેરિકાના ટેનિસ સેન્ડગ્રીનને સાવ સરળતાથી 6-2, 6-4, 6-2થી હરાવ્યો હતો. આ દરમિયાન મહિલા વિભાગમાં 10મી ક્રમાંકિત બેલિન્ડા બેનસિચને દારિયા કસાત્કીનાએ સાવ સરળતાથી 6-2, 6-2થી હરાવીને સ્પર્ધા બહાર કરી હતી.

આ ઉપરાંત પુરૂષ વિભાગમાં 13માં ક્રમાંકિત રોબર્ટો બટિસ્ટા અગૂટને ફિનલેન્ડના હેનરી લાક્સોનેને 6-3, 2-6, 6-3, 6-3થી હરાવીને અપસેટનો શિકાર બનાવ્યો હતો.

Most Popular

To Top