Entertainment

‘ માય લિટલ ગર્લ ’ – દિકરી અને બાપ વચ્ચેનો અનોખો સબંધ

રીજીનલ ટર્કીશ ડ્રામા સીરીઝનું નામ ‘Kizim’ હતું, જેને ભારતીય વર્ઝનમાં ‘માય લિટલ ગર્લ’ નામ આપવામાં આવ્યું છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ Beren Gökyıldız જેણે Ykની ભૂમિકા ભજવી છે તે તમારું મન મોહી લેશે. હાલમાં એમએક્સ પ્લેયર ઉપર ટર્કીશ ડ્રામા ‘માય લિટલ ગર્લ’ રિલીઝ મેક્સ પ્લેયર ઉપર દેખાડવામાં આવ્યો છે. આ ડ્રામાને રાજભાષા હિન્દી સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ ડબ કરવામાં આવી છે. ટોટલ 15 એપિસોડ છે અને તમામ એપિસોડ 50 મિનિટના છે. ટર્કીશ ડ્રામાની લંબાઈ વધારે હોય છે અને ભારતના ઓ.ટી.ટી ઉપર જયારે દેખાડવામાં આવે છે ત્યારે 120 મિનીટમાંથી લંબાઈ ઘટાડીને 50 મિનિટ જેવી કરવામાં આવે છે. આ સીરીઝ તમે પરિવારના સભ્યો સાથે બેસીને પણ માણી શકો છો.

નાનકડી ઢીંગલી Ykના  પિતાનું નામ  Demir છે , તે એક નાનકડા ટાઉનમાં રહે છે, તેનો ભૂતકાળ છેલબટાઉ રહ્યો છે, તે પ્લેયર હતો અને તે એક con man હતો. તેને ખબર નહોતી કે તેની એક્સ ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ હતી અને તેમના બંનેના બ્રેક અપ બાદ તેણે પોતાના પ્રેગ્નન્ટ હોવાની વાત જણાવી નહોતી અને પોતાની બહેનને બાળક સોંપી દીધું હતું. ત્યાર બાદ Ykની માસી Ykને તેના પિતા Demir ને સોંપી દે છે અને તેને કન્વિન્સ કરે છે કે આ તેની બાળકી છે જેની તેને જાણ કરવામાં આવી નહોતી. yk આસપાસ સ્ટોરી ફરી રહી છે, તે તેની માસી સાથે રહે છે અને એક વિચિત્ર રોગ સામે તે ફાઇટ પણ આપી રહી છે. તેની માસી તેના રોગથી કંટાળી છે અને ફ્રસ્ટેડ થઈને નક્કી કરે છે કે તે  Yk તેની પાસે નહિ રાખે. Ykઆંટીના ઘરેથી નીકળી પોતાના પિતાને શોધવા જાય છે , ત્યાં તેના પિતાને જેલ થાય છે અને જેલ થયા બાદ બેલ પણ મળી જાય છે , જજ એટલા માટે તેને છોડી દે છે કારણકે તે તેની દીકરીની સાર સંભાળ રાખી શકે. Ykતેના પિતાને મળે છે, બાપ -દીકરીના મિલન બાદ ટવિસ્ટ અને ટર્ન આવે છે તે જોવા માટે તમારે આખી સીરીઝ જોવી પડશે. 

આ સીરીઝમાં ભાવુકતા છે અને દીકરી ને બાપ વચ્ચેનું બોન્ડિંગ છે, તમારી પાસે રૂપિયા ના હોય તો પણ તમે કેવી રીતે આનંદથી રહી શકો છો, રૂપિયાના અભાવે તમે કેવી રીતે નફરત પણ કરી શકો છો? તમે કેમ બીજાને નફરત કરવા માંડો છો? તમે કેમ બીજાને સપોર્ટ કરવા માંડો છો? તમારી પાસે રૂપિયા ના હોય ત્યારે તમારી જિંદગીમાં કેવા પરિવર્તન આવે છે, નાનકડી Ykતમારું મન જીતી લેશે તેણે ખુબ જ સહજ અને સુંદર અભિનય આપ્યો છે. અહીંયા ફેમિલી ડ્રામા છે અને લવ /હેટનો પણ એન્ગલ છે. બાપ -દીકરીનો પ્રેમ, લાગણી  અને કેમસ્ટ્રી પણ સુંદર છે. અહીંયા લોકેશન પણ સુંદર છે અને દરેક કલાકારનો અભિનય સારો છે અને સિનેમેટોગ્રાફી પણ તમને ગમશે.

– એશ દેસાઇ

Most Popular

To Top