National

મુંબઈમાં એકપછી એક લોકોને આવી રહ્યા છે ધમકી ભર્યા ફોન, અવાજ સાંભળતા જ…

મુંબઈ: મુંબઈ(Mumbai)માં એક પછી એક ધમકી(Threat) ભર્યા ફોન કોલ(Call) આવી રહ્યા છે, જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈના સાંતાક્રુઝમાં રહેતા એક વ્યક્તિને વોટ્સએપ(WhatsApp) પર વીડિયો કોલ(Video Call) કરીને કહ્યું હતું કે ‘બોમ્બ બ્લાસ્ટિંગ કરના હૈ ઈન્ડિયા મેં તબાહી મચાની હૈ’. આ કોલ પછી ફરિયાદી નજીકના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને પહોંચી અને મુંબઈ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આ માહિતીના આધારે ફરિયાદીની ફરિયાદ નોંધી અને વીડિયો કોલ કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 506(2) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે કહ્યું કે ફોન કરનારનું લોકેશન ટ્રેસ થઈ ગયું છે અને અમે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીશું.

  • ‘બોમ્બ બ્લાસ્ટિંગ કરના હૈ ઈન્ડિયા મેં તબાહી મચાની હૈ’
  • વિડીયો કોલ કરી યુવકને આપી ધમકી
  • અગાઉ પણ આવ્યા હતા ધમકી ભર્યા ફોન

આ પહેલીવાર નથી કે જ્યારે મુંબઈના લોકોને ધમકીભર્યા ફોન આવ્યા હોય, આ પહેલા પણ ગત ઓગસ્ટ મહિનામાં લોકોને બે વખત બોમ્બની ધમકી મળી હતી. 20 ઓગસ્ટના રોજ, મુંબઈની ટ્રાફિક પોલીસને 26/11 જેવા હુમલાની ધમકીઓ મળી હતી. ધમકીએ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં 26/11 જેવો હુમલો થવાની સંભાવના છે. આ મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી આવ્યો હતો. મેસેજ કરનારે કહ્યું કે જો તમે તેનું લોકેશન ટ્રેસ કરશો તો તે તેને ભારતની બહાર બતાવશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. કહેવામાં આવ્યું હતું કે ભારતમાં છ લોકો આ ઘટનાને અંજામ આપશે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

23 ઓગસ્ટે હોટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી
થોડા સમય અગાઉ, 23 ઓગસ્ટના રોજ, મુંબઈની પ્રખ્યાત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જેમાં એક અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે હોટલમાં ચાર જગ્યાએ બોમ્બ રાખવામાં આવ્યા છે. પછી તેને ડિફ્યુઝ કરવાને બદલે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી. આ ધમકીભર્યો કોલ મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ ‘ધ લલિત’ પર આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ હોટલ પર પહોંચી ગઈ હતી. આખી હોટલની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં કંઈ મળ્યું ન હતું.

Most Popular

To Top