Vadodara

ધારાસભ્ય જીતુ સુખડિયા આગામી ચૂંટણી નહીં લડે

વડોદરા : ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી રૂપિયા 26 થી 30 લાખ ઉપરાંતની કિંમતના મેડિકલ સાધન સહાયનું લોકાર્પણ મહિલા અને બાળકલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ આગામી ચૂંટણી નહીં લઢવાની જાહેરાત કરતા ઉપસ્થિત શહેર ભાજપ અધ્યક્ષ સહિત અનેક નેતાઓ ગેલમાં આવી ગયા હતા.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયાના અનુદાનમાંથીથી રૂ.26 લાખ ઉપરાંતની કિંમતના મેડિકલ સાધનોનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી મનીષાબેન વકીલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે આ કાર્યક્રમ તો એક માધ્યમ છે.

હકીકતમાં આજે હું અગાઉ જણાવ્યા અનુસાર જાહેર કરું છું કે આ મારી વિધાનસભાની છેલ્લી ટર્મ છે.આ નિવેદન સાંભળતાની સાથે જ સર્વ પ્રથમ મંચ પર ઉપસ્થિત ડો.વિજય શાહ સહિત અનેકના ચહેરા મલકાયા હતા.જ્યારે બીજી તરફ અનેકના મનમાં લડડુ ફૂટ્યા હતા.આ નિવેદન બાદ સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાંથી હવે પછીના દાવેદાર પૂર્વ કાઉન્સીલર રાજેશભાઈ આયરે, કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા, બિલ્ડર પુત્ર વિષ્ણુ દલસુખ પ્રજાપતિ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને મેયર કેયુર રોકડિયા પોતે પ્રબળ દાવેદાર છે.તેઓ પોતાના મતવિસ્તારમાં અને મિત્ર વર્તુળમાં જાહેરાત કરતાં પણ ફરે છે કે ચૂંટણી આવી રહી છે.

જેથી કામગીરી શરૂ કરી દેવી પડશે.હાલ તો એકબીજાને નીચા પાડવા નો મોકો છોડવા માંગતા નથી.જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાવેદાર માંથી કેયુરભાઈ રોકડિયા હાલ મેયર તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે ડો.વિજય શાહ આ બંને વચ્ચે ટક્કર છે.જ્યારે બીજી તરફ બે પરાક્રમી નેતાઓ જેમાં પરાક્રમસિંહ જાડેજા કાઉન્સિલર અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે આ બે વચ્ચે પણ ટક્કર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજી તરફ આ ચાર ધુલંધરની લડાઈમાં દલસુખભાઈ પ્રજાપતિના પુત્ર વિષ્ણુ પ્રજાપતિ ફાવી જાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

હાલ ધારાસભ્યોના દાવેદારો પોતાના વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ કાર્યક્રમો જેવા કે સુંદરકાંડ ,ભંડારો, ક્રિકેટ ટુર્નામેન્ટ, સેવા સેતુ વિવિધ ધાર્મિક યાત્રા પ્રવાસ કરવાનું આયોજન સહિતના કાર્યક્રમો કરી રહ્યા છે. નોંધનીય છે કે વડોદરા શહેરમાં સૌથી વધારે દાવેદારો સયાજીગંજ વિધાનસભા માં છે.પરંતુ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના એવા તેવર છે કે ચાર વર્ષ રાજ કરેલા મંત્રીઓને ઘરભેગા કરી દેવાનો સફળ પ્રયોગ કરી ચૂક્યા છે.

અને હાલના ધારાસભ્યોએ માની લીધું છે કે ફરી ચૂંટણીમાં ટિકિટ નહીં મળે.શિસ્ત ના નામે જાહેરમાં બોલતા નેતાઓ ગભરાય છે.અને અંદરો-અંદર લોબિંગ કરે છે.અને મોકો મળતા ચોકો મારવા ગાંધીનગર કમલમ ખાતે પહોંચી નેતાઓને મળતા રહે છે. અને ખાનગી રાહે એકબીજાની ઘોર ખોદે છે.અત્રે નોંધનીય છે કે દાવેદારો કાઉન્સિલરની ચૂંટણી જીતી ચૂક્યા છે. હવે સત્તાની ભૂખ વધી ગઈ છે.ત્યારે સયાજીગંજ વિધાનસભા ચૂંટણીના દરેક દાવેદાર પ્રદેશ પ્રમુખના ગુડબુકમાં આવવા માટે તેમજ સંગઠન ના નેતાઓને મનાવવા પડ્યા છે.રાજ્યભરમાંથી દાવેદારોની અંદર અંદર લડાઈ દેખાશે તો 60 વર્ષની

Most Popular

To Top