Gujarat

મોરબીમાં વડાપ્રધાન મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કર્યું

મોરબી: આજે હનુમાન જયંતી છે. આ પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ કડીમાં હનુમાનજીની આ બીજી મૂર્તિ હશે જે પશ્ચિમ દિશામાં હશે. તેની સ્થાપના મોરબીના બાપુ કેશવાનંદ આશ્રમમાં કરવામાં આવી છે. આ શ્રેણીની પ્રથમ મૂર્તિ વર્ષ 2010માં ઉત્તર દિશામાં એટલે કે શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. PMO એ કહ્યું કે આ મૂર્તિ દક્ષિણ દિશામાં રામેશ્વરમમાં સ્થાપિત થવાની છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે.

વડાપ્રધાને કર્યું ટ્વીટ
પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને લખ્યું, ‘આજે હનુમાન જયંતિ છે. આ વિશેષ પ્રસંગે મોરબીમાં સવારે 11 કલાકે હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમનો ભાગ બનવાની તક મળી તે માટે હું સન્માનિત છું. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ પોતાના સત્તાવાર નિવેદનમાં આ અંગે માહિતી આપી જણાવ્યું હતું કે,ભગવાન હનુમાન સાથે સંબંધિત ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ હનુમાનની મૂર્તિ દેશની ચારેય દિશામાં સ્થાપિત કરવામાં આવશે.

ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરાઈ પ્રતિમા
ગુજરાતનાં મોરબી ખાતે આવેલાં ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર ખોખરા હનુમાનજી ધામ ખાતે આ સૌથી મોટી પ્રતીમાન નિર્માણ પામી છે. પ્રતિમાનાં અનાવરણકાર્યક્રમમાં મોટી મોટી હસ્તીઓ ભાગ લઇ રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી છે. તેમજ કથામાં હાજર શ્રોતાઓને સંબોધન પણ કરી રહ્યાં છે. મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે.

પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ
આ પ્રતિમાની વિશેષતા એ છે કે પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખોખરાધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાસને ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે. આ ઉપરાંત મંદિરમાં સંતવાણી યોજાશે. જેમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે.

Most Popular

To Top