National

ગોવાના દરિયા કિનારે ઉડી રહેલા MIG 29માં અચાનક એવું તો શું થયું કે પાઈલટ કૂદી પડ્યો

ગોવા: ગોવામાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. મિગ-29K ફાઇટર પ્લેન નિયમિત ઉડાન દરમિયાન ગોવાના કિનારે ક્રેશ થયું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે એક મિગ-29 કે ફાઇટર એરક્રાફ્ટ દરિયામાં ક્રેશ થયું હતું. જો કે પાઈલટે સતર્કતા દાખવી વિમાનમાંથી કુદી ગયો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો. હાલ પાઇલટની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સમગ્ર મામલે બોર્ડ ઓફ ઈન્કવાયરી (BoI)ને તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે.

સૌથી સારી સીટ MiG-29Kની
તમને જણાવી દઈએ કે MiG-29Kમાં રશિયા દ્વારા નિર્મિત K-36D-3.5 ઇજેક્શન સીટ છે, જેને દુનિયાભરમાં ઘણી સારી માનવામાં આવે છે. આ ફાઈટર પ્લેનમાં ઇજેક્શન હેન્ડલ ખેંચાય એવી સ્થિતિમાં પાછળની સીટનાં પાયલટને પહેલા બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ સામેવાળા પાયલટને પહેલા બહાર કાઢવામાં આવે છે. રશિયાની મિકોયાંગ કંપની દ્વારા નિર્મિત મિગ-29 એરક્રાફ્ટ ભારતીય સેનામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. એરફોર્સમાં તેની સંખ્યા 70ની નજીક છે. વાયુસેનાની સાથે ભારતીય નેવી પણ આ વિમાનનો ઉપયોગ કરે છે.

અગાઉ પણ અનેક વાર સર્જાઈ છે ટેકનિકલ ખામી
આ પહેલીવાર નથી કે જ્યારે મિગ-29માં હવામાં ટેકનિકલ ખામી સર્જાઈ હોય, પરંતુ નવેમ્બર 2020માં મિગ-29કે હવામાં ક્રેશ થયું હતું, ત્યારબાદ નવેમ્બરમાં વિમાનમાં સવાર પાઈલટનું મૃત્યુ થયું હતું. જ્યારે એક પાયલોટને ઘટના બાદ તરત બચાવી લેવામાં આવ્યો હતો. અકસ્માતના 11 દિવસ બાદ કમાન્ડર નિશાંત સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય એક MiG 29K એ જ ફેબ્રુઆરી 2020 માં પક્ષીઓ દ્વારા અથડાયા પછી ક્રેશ થયું હતું. બંને પાયલોટે બહાર નીકળતા પહેલા જેટને રહેણાંક વિસ્તારથી દૂર ભગાડી દીધું હતું. નવેમ્બર 2019 માં, એક MiG-29K ટ્રેનર એરક્રાફ્ટ ગોવાના એક ગામની બહાર ક્રેશ થયું હતું. બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.

ડિસેમ્બર 2021માં મિગ-21 ક્રેશ થયું હતું
અગાઉ ડિસેમ્બર 2021માં રાજસ્થાનના જેસલમેરથી એક ખરાબ સમાચાર આવ્યા હતા. ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન અહીં ક્રેશ થયું હતું. આ અકસ્માત જેસલમેર પાસે થયો હતો અને તેમાં પાયલટનું મોત થયું હતું. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી હતી. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું હતું કે ભારતીય વાયુસેનાની સાંજની ફ્લાઇટ દરમિયાન વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું અકસ્માતમાં નિધન થયું છે અને અમે બહાદુરના પરિવાર સાથે મજબૂત રીતે ઊભા છીએ.

Most Popular

To Top