National

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ: સુપ્રીમ કોર્ટ તરફથી હિંદુ પક્ષને આંચકો, ઈદગાહ મસ્જિદના સર્વેક્ષણનો ઇનકાર

મથુરામાં (Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ (Krishna Janmbhoomi) શાહી ઇદગાહ મસ્જિદ (Idgah Mosque) વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપીની જેમ શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની માંગ પર સુપ્રીમ કોર્ટ તરફથી હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કૃષ્ણના જન્મસ્થળ, મથુરાના શાહી ઇદગાહ મસ્જિદનો જ્ઞાનવાપીની તર્જ પર વૈજ્ઞાનિક સર્વેક્ષણનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને મસ્જિદના સર્વે અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું.

શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા વિવાદિત મસ્જિદના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે વિનંતી કરી હતી કે જ્ઞાનવાપી સર્વેની જેમ આ સ્થળનો પણ સર્વે કરવામાં આવે જેથી આ સ્થળનું ઐતિહાસિક અને સ્થાપત્ય મહત્વ જાણી શકાય.

શું છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ?
તમને જણાવી દઈએ કે કાશી અને મથુરા વચ્ચેનો વિવાદ પણ કંઈક અંશે અયોધ્યા જેવો છે. હિન્દુઓનો દાવો છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિરો તોડીને ત્યાં મસ્જિદો બનાવી હતી. ઔરંગઝેબે 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હતું અને 1670માં મથુરામાં ભગવાન કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો. આ પછી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. મથુરામાં આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હક્ક સાથે સંબંધિત છે. હિન્દુ પક્ષ તરફથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવીને શ્રી કૃષ્ણના જન્મ સ્થળને આ જમીન આપવાની માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top