National

મણિપુરમાં ફરી હિંસા: આગચંપીના બનાવ બાદ તણાવ, સેના બોલાવવામાં આવી

મણિપુરઃ (Manipur) ઈમ્ફાલમાં ફરી હિંસા અને આગચંપીની ઘટના સામે આવી છે. હિંસા (Violence) અને આગચંપીના અહેવાલોને પગલે ત્યાં સ્થિતિ તંગ બની ગઈ છે. અહેવાલો અનુસાર મેઇતી અને કુકી સમુદાયો વચ્ચે અથડામણ થયા બાદ ઈમ્ફાલના ન્યૂ ચાકોન વિસ્તારમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના (Army) અને અર્ધલશ્કરી દળોને બોલાવવામાં આવ્યા છે. અગાઉની હિંસા બાદ લોકોએ ખાલી કરાવેલા મકાનોમાં તોડફોડના અહેવાલો છે. કેટલાક ઘરોમાં આગ પણ લગાવવામાં આવી છે.

જણાવી દઈએ કે મણિપુરમાં હિંસામાં અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે. હજુ પણ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી. હિંસામાં 1,700 થી વધુ મકાનો બળી ગયા છે. બીજી બાજુ ભારતીય સેના અને આસામ રાઇફલ્સ આવશ્યક પુરવઠાની અછતનો સામનો કરી રહેલા ઇમ્ફાલથી શહેરની મધ્ય સુધી આવશ્યક ચીજવસ્તુઓ લઇ જતા વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યંત સંકલન સાથે કામ કરી રહ્યા છે.

ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનો NH 37 નો ઉપયોગ કરીને વાહનોની સુરક્ષા માટે પૂરજોશમાં કામ કરી રહ્યા છે. આ હાઈવેને “મણિપુરની લાઈફલાઈન” તરીકે પણ ઓળખવામાં આવે છે. NH 37 પર ચાલતા નાગરિક વાહનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે માનવરહિત હવાઈ વાહનો અને ચિતા હેલિકોપ્ટર, CRPF, પાંચ પોલીસ સ્ટેશનના મણિપુર પોલીસ કર્મચારીઓ અને ભારતીય રિઝર્વ બટાલિયન ઓફ કંપનીઓના કર્મચારીઓ દ્વારા એરિયલ સર્વેલન્સનું કામ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top