National

મઘ્યપ્રદેશમાં 8 વર્ષીય નિર્દોષને મોબાઈલની બેટરી સાથે રમવું ભારે પડ્યુ, બ્લાસ્ટ બાદ લોહીલુહાણ

છતરપુર: મઘ્યપ્રદેશનાં (Madhya Pradesh) છતરપુર જિલ્લામાં મોબાઈલની બેટરી બ્લાસ્ટનો (Mobile battery blast) બનાવ બન્યો છે. જેના કારણે આઠ વર્ષનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયુ હોવાનુ સામે આવ્યુ છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે છતરપુરની નજીકની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને આગામી સારવાર માટે ગ્વાલિયર (Gwalior) લઈ જવા અંગેનો નિર્ણય ડોકટરો દ્વારા લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બાળક મોબાઈલની બેટરીથી રમી રહ્યો હતો તે સમયે અજાણતામાં તેનાથી બાહ્ય કેબલને બેટરી સાથે જોડી દીધો હતો જેના કારણે મોબાઈલમાં પાવર સપ્લાય શરૂ થઈ ગયો હતો. પાવર સપ્લાયના કારણે મોબાઈલની બેટરીમાં વિસ્ફોટ સર્જાયો હતો. જેના કારણે બાળકને આંખ, ચહેરા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

  • મોબાઇલની બેટરીથી રમતા બેટરી બ્લાસ્ટ થઇ
  • રમત રમતમાં જ બેટરીમાં સીધો ઈલેક્ટ્રીક વાયર નાખ્યો
  • નાજુક હાલત હોવાથી ગ્વાલિયર લઈ જવા અંગે નિર્ણય લેવામાં આવ્યો

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ઇજાગ્રસ્ત બાળક છતરપુર શહેરના નજરબાગનો રહેવાસી છે. તેની ઉંમર આઠ વર્ષની છે. બાળક જયારે ઘરમાં ખરાબ થઈ ગયેલા મોબાઈલની બેટરીથી રમી રહ્યો હતો. તે દરમિયાન રમત રમતમાં બાળકથી મોબાઈલની બેટરી સાથે સીધો ઈલેક્ટ્રીક વાયર જોડી દેવાયો હતો. મોબાઈલમાં પાવર સપ્લાઈ થવાનાં કારણે વિસ્ફોટ થયો હતો. જેના કોરણે મોબાઇલની બેટરી ફાટી ગઈ હતી. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ ધટનાના કારણે બાળકને આંખ, ચહેરા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

બાળકની સારવાર કરી રહેલા ડૉક્ટર જીએલ અહિરવારે જણાવ્યુ હતું કે હાલ આ બાળકની હાલત નાજુક છે. આ સાથે ડોકટરોએ તમામ માતા પિતાને ચેતવણી આપતા કહ્યું હતું કે જ્યારે પણ બાળકોને રમવા માટે મોબાઈલ જેવી વસ્તુ આપવામાં આવે તો તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ.

Most Popular

To Top