Gujarat

ગુજકેટનું એડમિશન કાર્ડ પરીક્ષાર્થી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18મી એપ્રિલ- 2022ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ- 2022)નું એડમિશન કાર્ડ (હોલ ટિકિટ) ઓનલાઈન (Online) મુકાઇ છે. ગુજકેટ- 2022માં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ (Admission card) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી ડાઉનલોડ (Download) કરવાનું રહેશે.એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ ગુજકેટ- 2022 માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલા મોબાઇલ નંબર (Mobile Number) અથવા ઇ-મેલ આઇડી (E-mail I’D) અને જન્મતારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવાનો રહેશે . ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે. આ એડમિશન કાર્ડ (હોલ ટિકિટ) પર શાળાના આચાર્યના સહી સિક્કા કરાવવા ની જરૂર નથી.


Most Popular

To Top