Gujarat Main

48 કલાકમાં ગુજરાતના આટલા વિસ્તારોમાં માવઠાની વકી

ગાંધીનગર(Gandhinagar) : પાકિસ્તાન (Pakistan) તથા રાજસ્થાન (Rajasthan) પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની (Low pressure system) અસર હેઠળ રાજયમાં (Stat) આગામી 48 કલાકમાં કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠુ થવાની સંભાવના છે. આ સિસ્ટમ રાજસ્થાન તરફથી સરકીને નીચે ગુજરાત તરફ આવી રહી છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે એડવાઈઝરી જારી કરી છે. બીજી તરફ રાજયમાં વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે.ગાંધીનગરમાં 13 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ કચ્છ તથા બનાસકાંઠા તથા સાબરકાંઠા આવી ગયું છે. આજે સાંજે ઉતર ગુજરાતમાં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, અમદાવાદમાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડમાં 16 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 16 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે.,રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. નવસારીમાં લઘુતમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો અને મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો થતા દિવસભર ઠંડીનો અહેસાસ રહ્યો હતો. નવસારીમાં લઘુતમ તાપમાન શનિવારે રાત્રે 13.6 ડિગ્રી હતું, તેમાં ઘટાડો થઇને રવિવારે રાત્રે 13 ડિગ્રી થયું હતું. એક રાત્રીમાં 0.6 ડિગ્રીનો ઘટાડો થયો હતો. મહત્તમ તાપમાન રવિવારે 29.2 ડિગ્રી થયું હતું, તો સોમવારે 30 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 100 ટકા અને સાંજે 46 ટકા થયું છે. દિવસ દરમ્યાન કલાકના 5.2 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમ રહી હતી.

નવસારીમાં ડાંગર પાકની રોપણી કરાઈ

નવસારી ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળુ ડાંગરના પાકની રોપણી માટે ખેડૂતોએ ડાંગરના ધરૂની વાવણી કરવામાં આવી છે. જે ખેડૂતોને નહેરના પાણીની સગવડ મળતી હોય છે અને પોતાના ખેતરોમાં પાણીની સગવડ માટે બોર-મોટરની સગવડ ધરાવતા હોય છે. તેવા ખેડૂતો પોતાના ખેતરમાં ડાંગરના ઉનાળુ પાક માટે ડાંગરના ધરૂની વાવણી કરતા હોય છે. અને રોટેશન મુજબ નહેરના પાણી મેળવતા હોય છે. જેથી ડાંગરના ધરૂના ઉછેર માટે ક્યારીમાં પાણીની જરૂર રહે છે. જો નહેરના પાણી ઉપર આધાર રાખતા ખેડૂતોને સમયસર પાણી નહીં મળે તો ડાંગરના ધરૂને નુકસાન થાય છે અને ધરૂ સુકાય જાય છે. પરંતુ હાલમાં ખેડૂતો ડાંગરના ધરૂનો ઉછેર કરી રહ્યા છે. જેથી ઉનાળુ પાકની રોપણી કરી શકે.

Most Popular

To Top