Gujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સંગઠન માળખું ઝડપથી તૈયાર થશે: પ્રભારી રઘુ શર્મા

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સત્તાથી દૂર છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્મા દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ સાથે મેરેથોન બેઠકોનો દોર યોજ્યો હતો. આજે અમદાવાદમાં રઘુ શર્માએ પ્રદેશ કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ, ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. બીજી તરફ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 137 માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેના ભાગરૂપે તા. ૨૮મી ડીસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિન નિમિત્તે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉપરાંત હેમુ ગઢવી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા મોક એસેમ્બલીનો કાર્યક્રમ યોજાશે.

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આજે અમદાવાદ ખાતે કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે. તેને વધુ મજબૂત કરવા માટે આગામી થોડા જ દિવસોમાં તેનું સંગઠન માળખું તૈયાર કરી તેની જાહેરાત કરવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 137 માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કોંગ્રેસના ૧૩૭માં સ્થાપના દિન અને સેવાદળના ૯૯માં સ્થાપના દિન નિમિત્તે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસના ઢેબર રોડ સ્થિત કાર્યાલય ખાતે સવારે ૯-૦૦ કલાકે યોજાશે. ત્યાર બાદ 10:45 કલાકે હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે વિધાનસભાની મોક એસેમ્બલીનો કાર્યક્રમ યોજાશે.

સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓની ચિંતન બેઠક નાગર બોર્ડીંગ ખાતે સવારે 11:00 કલાકે અમરેલી જિલ્લા કોંગ્રેસ, 12:00 જામનગર કોંગ્રેસ, બપોરે 1:00 કલાકે ભાવનગર કોંગ્રેસ, બપોરે 3:00 દેવભૂમિ દ્વારકા કોંગ્રેસ, બપોરે 4:00 કલાકે પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ જ્યારે સાંજે 5:00 કલાકે રાજકોટ જિલ્લાની યોજાશે. તા. ૨૯મી બુધવારે સવારે 11:00 કલાકે નાગર બોર્ડીંગ ખાતે શહેર કોંગ્રેસની ચિંતન બેઠક, બપોરે 12:00 કલાકે મોરબી કોંગ્રેસ બપોરે 1:00 કલાકે સુરેન્દ્રનગર કોંગ્રેસ, બપોરે 3:00 કલાકે કચ્છ કોંગ્રેસ અને સાંજે 4:00 કલાકે બોટાદ કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાશે

Most Popular

To Top