Business

સાહિત્ય રસ

માનવજાતિના સાંસ્કૃતિક વિકાસની સમજ માટે સાહિત્ય ઉપયોગી છે. જેવી સમાજની પરિસ્થિતિ તે મુજબ સાહિત્યસર્જન થતું રહે છે. સાહિત્ય એ ચિત્ત કોષના તંતુઓને રસમય બનાવે છે. દુનિયાની ઉમદા કૃતિઓથી અનેકનાં જીવન રમ્ય-ભવ્ય બન્યાં છે. કહેવાય છે કે, સ્પંદન, વ્રત-ઉત્સવો, તપ-ત્યાગ, ગમા-અણગમા, આનંદ-અશ્રુ, વૈશ્વિક ઘટનાઓ અને રાજકીય-સામાજિક ક્રાંતિના આવેગો સાહિત્યમાં સહજ રીતે પ્રતિબિંબિત થાય છે. સાહિત્યમાં રસ એટલે સહિત્યકૃતિ વાંચવા,જોવા-સાંભળવાથી થતો અલૌકિક આંનદ. સાહિત્યમાં રસ એટલે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, વિભત્સ, અદ્દભુત અને શાંત રસનું મિશ્રણ હોય છે. આમ સાહિત્ય એ જીવાતું જીવન છે.

માનવજીવનનું પ્રતિબિંબ છે. ભાવકને વિવિધ રસનો અનુભવ કરાવવાની શક્તિ સાહિત્યનાં સ્વરૂપોમાં સમાયેલી હોય છે. નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, આત્મચરિત્ર, જીવનચરિત્ર , એકાંકી કે કોઈ પણ સ્વરૂપમાં માનવજીવનનું નિરૂપણ જોવા મળે છે. દરેકમાં નવરસનું મિશ્રણ સાથે શબ્દો દ્વારા અનેકવિધ ભાવ પ્રગટ થયેલો હોય છે. સહિત્ય સિવાયની લલિતકલાઓ ચિત્ર, સંગીત, નૃત્ય, નાટય, શિલ્પ, સ્થાપત્ય અને તસ્વીરકલાનો અણસાર કુદરતમાંથી કોઈ ને કોઈ રૂપમાં મળી રહે છે. સાહિત્ય એવી કલા છે જે માનવનું સર્જન હોઈ સર્જકતા સાથે રસ નિરૂપણ જરૂરી છે.
નવસારી           – કિશોર આર.ટંડેલ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નોંધારાં થતાં વડીલો
જમાનો એટલો ફાસ્ટ ચાલે છે કે ખમતીધર માતા પિતા પોતાનું બાળક પાછળ તો નહીં પડી જાય. વિદેશના મોહમાં આપણાં જ સંતાનોને વિખૂટાં પાડીએ છીએ. હવે તો ફોરીન જેવી આધુનિક યુનિવર્સિટીઓ વિવિધ કૌશલ્ય પ્રાપ્ત કરી ચૂકી છે. છતાં વિદેશનો મોહ અને વિદેશી કલ્ચરમાં મોહાંધ થયેલ આપણા વડીલો અને સંતાનોના હઠાગ્રહ આગળ નમતું જોખે છે. એક વાર વિદેશમાં સેટ થયા પછી મા-બાપને હવાફેર માટે બોલાવે છે પણ મકસદ બેબી કેર માટે જ બોલાવે છે. જો કે ત્યાંના હવામાન માફક આવતું નથી એટલે બેક ટુ પેવેલિયન. અહીંની પરિસ્થિતિ ઝુરાપો, એકલવાયું જીવન કઠે તો છે, પણ હાથનાં કર્યાં હૈયે વાગે છે.
સુરત              – અનિલ શાહ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top