Charchapatra

આળસ છોડી સૌ કોઈ મત આપવા માટે જરૂરથી જશો

વોટ આપવાના બેચરણ પૂરા થયા આ લોકશાહીનું એક કદમ છે પરંતુ પહેલા ચરણમાં લોકોએ મતદાન ખૂબ જ ઓછું કર્યું હતું તેથી આ ઠીક થયું ન કહેવાય બીજું ચરણ પણ પૂરું થયું પરંતુ હજુ ઘણા ચરણો બાકી છે લોકશાહી છે ભારતની મોટી લોકશાહી છે તેથી જનમત આપવો ખૂબ જરૂરી છે પાંચ વર્ષે ચૂંટણી આવે છે અને લોકો ઘરની બહાર નીકળીને વોટીંગ ન કરે એવી આળસ કેવી રીતે ચાલે    વાત છે 1946 ની આપણે આઝાદ થયા ન હતા પરંતુ પંજાબનું સિયાલકોટ માટે જન્નત લેવાનું જરૂર બની હતું કારણ આ પંજાબ પ્રાંત કા પાકિસ્તાનમાં જઈ શકે કા ભારતમાં રહી શકે એવું હતું બને એવું કે જે દિવસે જનમત લેવાનો હતો તે દિવસે મુસલમાન સ્ત્રી પુરુષો વોટ કરવા સવારથી આળસ છોડીને વોટીંગ કરવા નીકળી પડ્યા તે ટાઇમે પણ હિન્દુઓ ખાસ કરીને ઘરમાંથી બહાર ન નીકળ્યા અને આળસ ના લીધે ઘરમાં જ બેસી રહ્યા. હવે પરિણામ જ્યારે આવ્યું .

ત્યારે મુસ્લિમોના એટલે કે પાકિસ્તાન તરફથી વોટ વધારે પડ્યા અને સિયાલકોટ પાકિસ્તાન માં આવ્યું. હિન્દુઓની આળ સ ના લીધે આપણે આ પંજાબ પ્રાંત ગુમાવ્યો કહેવાય છે કે આ પ્રાંત ખૂબ જ આર્થિક રીતે સદર હતું પણ હિન્દુ ઓની આળ સાઈ ના લીધે આપણે સિયાલકોટ ગુમાવું પડ્યું આમ પણ ત્યાં મેન્યુફેક્ચરિંગ સારું થતું હતું ભારતને પણ એમાંથી આમદની સારી મળતી વિદેશમાં પણ એની માંગ હતી પણ આપણી ભૂલ ના લીધે આપણે એ ગુમાવવું પડ્યું. આજે પણ એ ભુલાતું નથી આપણો દેશ મોટી લોકશાહી માનો એક દેશ છે એ ભૂલવું ન જોઈએ દરેકે ઘરની બહાર નીકળી આળસ છોડીને ગમે તે લાઈન હોય તો પણ વોટીંગ કરવા નીકળવું જોઈએ અને યોગ્ય ઉમેદવાર કે પક્ષોને આપણા મત નો લાભ મળવો જરૂરી છે એ ભૂલવું ન જોઈએ નહીં તો સિયાલકોટ જેવું ન થાયએ વિચારવું જોઈએ.

ભૂલમાંથી શીખવું જોઈએ માટે ઘરમાંથી દરેક જણને દિવસે બહાર નીકળે અને આપણો કિંમતી મત આપણા પક્ષને કે કોઈ પણ પક્ષને આપી લોકશાહીનું યોગદાન નિભાવવું જોઈએ ઘણા લોકો નથી આપતા ભણેલા ગણેલા પણ વોટ આપવા નથી જતા એ બહુ શરમજનક કહેવાય એવોને પણ કહેવાનું કે તમે ભારતવાસી છે તમે લોકશાહીના દેશમાં છો તો તમારો મત તમે તમારા મનગમતા પક્ષ કે ઉમેદવારને આપી દેશને સહયોગ આપો. ચૂંટણી પાંચ વર્ષે આવે છે આપણો મત સાર્થક કરો.
સુરત     – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતમાં પાણીની પરબ
હોળી માં અગ્નિ નો તાપ લીધા પછી,ચૈત્ર માસમાં ઉનાળાના મંડાણ થાય.સુરજદાદા પૃથ્વી પર અગન ગોળા વરસાવતા હોય ત્યારે  અસહ્ય ગરમી ના કારણે માણસને પાણી ની તરસ વધુ લાગે છે.જળ એ જીવનનું સુત્ર યાદ આવે.માણસ ને હવા અને પાણી નિઃશુલ્ક મળવું જોઈએ.કુદરત તરફથી મળતા સ્ત્રોત નો કોઈ મોલ હોય નહીં.આજે મિનરલ વોટરની બોટલ સ્ટોર્સ પર ઉપલગ્ધ હોય છે. આજની પેઢી માટે ‘પાણી ની પરબ’વિષે અજાણ હશે.ઉનાળા માં સુરતના શ્રીમંતો સખાવતમાં પાણી ની પરબ બંધાવતા.પરબ પર પાણીના બે મોટા માટલા હોય,રાહદારીઓ અને વટેમાર્ગી ને તરસ લાગેતો પરબના પાણીથી પોતાની તરસ બુજાવતા.

પહેલાના સમયમાં મિનરલ વોટરનું ખાસ ચલણ હતું નહીં.ત્યારે સુરતમાં પુનિત મંડળ દ્વારા ઠેર ઠેર પાણીની પરબ બનાવામાં આવી હતી.આ પ્રકારના ઉમદા કાર્યમાં પુનિત મંડળ ને સુરતીઓ તરફથી ઘણો મોટો આર્થિક ફાળો મળતો.લોકો પોતાના પિતૃઓ ના નામે પાણીની પરબ બંધાવતા.જ્યારે ભારતમાં ઘણા દુકાળો પડયા હશે પણ સુરતમાં તાપીમાતા ની કૃપાથી પાણીની તંગી પડી નથી.સુરતનો ચારેતરફ વિકાસ જે થયો છે તે તાપીના પાણીના પ્રતાપે છે.આજે મિનરલ વોટરની બોટલ નો કરોડો નો વ્યાપાર થઈ રહ્યો છે.ત્યારે પહેલા જળ વહેંચાતું હતું જ્યારે આજે વોટર લિટરના ભાવે વેચાય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top