Latest News

More Posts

જેલમાંથી (Jail) બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પહેલીવાર લોકસભા ચૂંટણી માટે રોડ શો કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે છે. તેઓ મેહરૌલીમાં રોડ શો કરી રહ્યા છે. તેઓ દક્ષિણ દિલ્હીથી ગઠબંધનના ઉમેદવાર સાહિરામ પહેલવાનની તરફેણમાં રોડ શો કરી રહ્યા છે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ શોમાં હજારો લોકો ઉમટ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે AAP દક્ષિણ દિલ્હી લોકસભાના ઉમેદવાર સહીરામ પહેલવાનના સમર્થનમાં મેહરૌલીમાં રોડ શો યોજ્યો હતો. દિલ્હીની તમામ 7 સંસદીય બેઠકો માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે જેલમાંથી બહાર આવતા જ અરવિંદ કેજરીવાલ એક્ટિવ દેખાઈ રહ્યા છે.

દરમિયાન રેલીમાં કેજરીવાલે કહ્યું કે ભાજપ સરકારે મારી ધરપકડ કરી છે. હું વિચારતો હતો કે મારી ભૂલ શું છે, હું એક નાનો માણસ છું અને અમારી પાસે એક નાની પાર્ટી છે જેની બે રાજ્યો (દિલ્હી અને પંજાબ)માં સરકારો છે. જો કે તેઓ ખૂબ મોટા લોકો છે. ખૂબ શક્તિશાળી છે. મેં દિલ્હીના લોકો માટે ગુણવત્તાયુક્ત શાળાઓ અને મોહલ્લા ક્લિનિક બનાવ્યા, શું તે મારી ભૂલ હતી? હું ડાયાબિટીસનો દર્દી છું પરંતુ જ્યારે હું તિહાર જેલમાં હતો ત્યારે તેઓએ મારી દવાઓ બંધ કરી દીધી હતી.

ભાજપે વિચાર્યું કે આમ આદમી પાર્ટી તૂટી જશે- ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ભાજપે વિચાર્યું કે જો તેઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહને જેલમાં નાખશો તો આમ આદમી પાર્ટી તૂટી જશે. જો કે તેઓ જાણતા ન હતા કે ‘આપ’ એક વિચાર છે, અને તમે કોઈ વિચારને દૂર કરી શકતા નથી.

To Top