Charchapatra

રિયાલિટીના ગાયકો આશા જગાડે છે

T.V. માધ્યમ થકી એક ચેનલ પરથી શનિ – રવિ પ્રસારિત થતો ‘સુપર સિંગર’ કાર્યક્રમમાં 8 – 13 વર્ષ સુધીના બાળકોની હિન્દી ગીતોની પ્રસ્તુતિ – ગાયકી ‘સુપર્બ’ રહી છે. આટલી નાની ઉંમરે કલાસિકલ, સેમી કલાસિકલ તથા ભજનો અત્યંત કર્ણપ્રિય સ્વરોમાં સાંભળતા મન ખરેખર પ્રફુલ્લિત થઈ જાય છે. આ કાર્યક્રમની આગવી વિશેષતા એ છે કે જૂના સુપરસ્ટાર કલાકારોને સેલિબ્રિટી તરીકે આમંત્રણ આપે છે, તથા ગીતોની ધૂનો – જૂના લોકપ્રિય કલાકારો સ્વ. દેવાનંદ, સ્વ. રાજેશ ખન્ના, સ્વ. ઋષિકપુરના લોકપ્રિય ગીતોની રજૂઆત અત્યંત પ્રભાવશાળી હોય છે. બીજુ આ કાર્યક્રમના ગત વર્ષનાં ચેમ્પિયન્સ સિંગરોને – કોટન તરીકે એટલે કે બાળકોનો ‘સેન્ટર’(કોચ) તરીકે સેવા કરવાની તક આપે છે અને તેમની સાથે પણ મધુર ગીતો ગાય છે. ગયા શનિવારના જ કાર્યક્રમમાં જાણીતા યોગ ગુરૂ બાબા રામદેવ સ્વામીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રી કાર્યક્રમની રોનક વધારી દીધી હતી. આજના આ બાળ કલાકારો આવતીકાલના ‘પ્લેબેન્ક સિંગર’ બને તો નવાઇ નહીં.
સુરત     – દિપક બી.દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top