Vadodara

ટ્રીમિંગ કોર્નોકાર્પસ વૃક્ષ ઓક્સિજન આપતા નથી તો શહેરીજનોને શું કામના?

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્માર્ટ બનાવવા માટે શહેરના વિવિધ વિસ્તારો ની રોડ રસ્તા વચ્ચે વચ્ચે આવેલ ડિવાઈડર પર વિદેશી જાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેથી કરીને આપણું વડોદરા શહેર એક સ્માર્ટ સીટી તરીકે ઓળખાવા લાગ્યું છે. આમ તો રોડ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારમાં ડિવાઈડર પર લાગેલ વૃક્ષો શહેરીજનોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપતું નથી. આ વૃક્ષો ખાલી લીલોતરી આપી ઝડપથી  ઉગી નીકળે છે. ખાસ વાત તો એ છે કે આ વૃક્ષોને પાણીની પણ જરૂરત ખુબ ઓછી હોય છે.

કારણકે આ વૃક્ષોના મુળિયા  જમીનમાં છેક ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. આ વૃક્ષોને કોનો કાર્પસ વૃક્ષ કહેવાય છે. આ વૃક્ષો મોટા ભાગે જ્યાં પાણી મળતું ના હોય ત્યાં ઉગી નીકળે છે તેના મૂળિયા જમીનમાં એટલા ઊંડે સુધી જાય છે કે તેને વૃક્ષો આપોઆપ જ પાણી શોષી લે છે. તે મોટાભાગે જ્યાં કાદવ કીચડ વાળી જગ્યા પર ઉગે છે જેને કારણે તે કાદવ કીચડ સુકાઈ જાય છે. કોનો કાર્પસ વૃક્ષ પાકિસ્તાનના કરાચી, અફઘાનિસ્તાન જેવા વિસ્તારો ની આ વૃક્ષની જાતી ત્યાં ઉગી નીકળે છે. આ વૃક્ષોને પાણી ખુબ જ ઓછા પ્રમાણમાં ઝડપી રીતે ઉગી નીકળે છે. જ્યારે ગુજરાતમાં કચ્છ જેવા ઓછા પાણી વાળી જગ્યા પર જોવા મળે છે.

હવે આ વૃક્ષો વડોદરા શહેરના રાજમાર્ગો પર જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત મિત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેમાં આ વૃક્ષો વિષે ની વાત કરી હતી ત્યારે આજ રોજ પાલિકા દ્વારા આ વૃક્ષોનું વડોદરા શહેરના રાજમાર્ગો પર ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે. રોડ રસ્તા વચ્ચે આવતા કોર્નો કાર્પસ વૃક્ષોથી વાહન ચાલકમાં અકસ્માત થવાનો ભય રહેલો છે. જેને લઈને પણ પાલિકાની ટીમ દ્વારા આ વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top