National

મહારાષ્ટ્રની નવી સરકારમાં શિંદેનાં 12 બળવાખોરોને મોટું પદ, કેબિનેટની સંભવિત યાદી

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય સંકટ(Political Crisis) વચ્ચે ગતરોજ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(Resign) આપી દીધું હતું. તેમજ તેઓએ વિધાનસભાનું પદ પણ છોડી દીધું છે. હવે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન એવા મંત્રીઓની સંભવિત યાદી પણ બહાર આવી છે, જેમને એકનાથ શિંદેની કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

10 દિવસ બાદ એકનાથ શિંદે મુંબઈ પહોચ્યા
એકનાથ શિંદે 10 દિવસ પછી મુંબઈ પહોંચ્યા છે. શિંદે પાસે 39 ધારાસભ્યના સમર્થન પત્ર છે. મુંબઈની સ્થિતિને ધ્યાનમાં રાખીને એકનાથ શિંદેને ઝેડ પ્લસ સુરક્ષા અપાઈ છે. એકનાથ શિંદે આજે મુંબઈ આવી રહ્યા છે, પરંતુ બાકીના ધારાસભ્યો સીધા શપથ ગ્રહણમાં હાજરી આપશે.

મહારાષ્ટ્ર કેબિનેટમાં કોને મળી શકે છે સ્થાન?
દેવેન્દ્ર ફડણવીસ- (મુખ્યમંત્રી), ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, આશિષ શેલાર, પ્રવીણ દરેકર, ચંદ્રશેખર બાવનકુળે, વિજય કુમાર દેશમુખ અથવા સુભાષ દેશમુખ, ગણેશ નાઈક, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સંભાજી પાટીલ નિલંગેકર, મંગલ પ્રભાત લોઢા, સંજય, કુતિયા, પટેલ અશોક ઉઇકે, સુરેશ ખાડે, જયકુમાર રાવલ, અતુલ સેવ, દેવયાની ફરંદે, રણધીર સાવરકર, માધુરી મિસાલ,

આ નેતાઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવી શકાય છે
પ્રસાદ લાડ, જયકુમાર ગોર, પ્રશાંત ઠાકુર, મદન યેરાવર, મહેશ લાંડગે કે રાહુલ કુલ, નિલય, નાયક ગોપીચંદ, પડલકર બંટી બંગડિયા

એકનાથ શિંદે જૂથમાંથી કોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે
ગુલાબરાવ પાટીલ, ઉદય સામંત, દાદા ભુસે, અબ્દુલ સત્તાર, સંજય રાઠોડ, શંભુરાજ દેસાઈ, બચ્ચુ કાડુ, તાનાજી સાવંતો

Most Popular

To Top