SURAT

સુરતના આ વિસ્તારોમાં અશાંતધારાના કાયદાનો અમલ થતો નથી, હિન્દુઓની મિલકતો વિધર્મીઓ ખરીદે છે…

સુરત(Surat): રાજસ્થાનના (Rajashthan) ઉદયપુરમાં (Udaypur) જે ઘાતકી ઘટના બની છે તેની અસર દેશભરમાં જોવા મળી રહી છે. નુપુર શર્માના (Nupur Sharma) નિવેદનને સમર્થન કરવા બદલ એક સામાન્ય દરજીવાળાની ગળુ કાપી ધોળા દિવસે જે હત્યાની (Murder) ઘટના બની હતી. તેના પડધા સુરત મહાનગરપાલિકાની (SMC) સામાન્ય સભામાં પણ પડ્યા હતા. ભાજપના (BJP) નગરસેવક કેયુર ચપટવાલાએ આ મુદ્દાને ધ્યાનમાં રાખી સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, અશાંતધારાનો (AshantDhara) કાયદો લાગુ કરી દેવાયો છે પરંતુ તેની અમલવારી થઈ રહી નથી. શહેરના લિંબાયત, રાંદેર વિસ્તારમાં વિધર્મીઓ પોતાના નામે મિલકતો ટ્રાન્સફર (Property Transfer) કરાવી રહ્યા છે. સુરતમાં પણ રાજસ્થાનની જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે અશાંતધારા શસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે, આ કાયદાનો કડકપણે અમલ થાય તેવી રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હતી.

  • સરકારી ચોપડે નામ ચઢ્યા બાદ વિધર્મીઓએ આધારકાર્ડ કઢાવી લીધા, ચૂંટણીપંચમાં નામો નોંધાવી લીધા અને વિધર્મીઓ મતદારો પણ બની ગયા

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં સેન્ટ્રલ, રાંદેર અને લિંબાયત ઝોનમાં અશાંતધારો લાગુ કરાયો હતો. જેમાં મિલકતની ટ્રાન્સફર કરતા પહેલા સરકારની મંજુરી લેવી જરૂરી છે. પરંતુ 2017થી 2020 સુધીમાં આકારણી વિભાગમાં પુર્વ મંજૂરી વગરના ડોક્યુમેન્ટમાં નામો ચઢાવી દેવાયા છે. આ અંગે અગાઉ ઘણી રજૂઆતો પણ કરાઈ છે. મનપાના અધિકારીઓ દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે, વેરાબીલ એ માત્ર સુવિધા માટે હોય છે પણ કાયદામાં વેરાબીલ કબજો દર્શાવતું ડોક્યુમેન્ટ છે. સરકારી ચોપડે નામ ચઢ્યા બાદ વિધર્મીઓએ આધારકાર્ડ કઢાવી લીધા, ચૂંટણીપંચમાં નામો નોંધાવી લીધા અને રાજકીય-સામાજીક ધ્રુવીકરણ થયું અને વિધર્મીઓ મતદારો પણ બની ગયા.

આ મુદ્દે ઘણી રજૂઆતો થયા બાદ છેક 2022માં કમિટીનું ગઠન કરાયું છે. 2017-2020માં આ જ પ્રમાણે બધુ ચાલ્યું અને 2022માં સરકારનો અભિપ્રાય લેવાયો. અશાંતધારા કાયદામાં જોગવાઈ છે તો અમલવારી થવી જ જોઈએ. ત્યારબાદ બીપીએમસી એક્ટ મુજબ અમલવારી થવી જોઈએ તેમાં સરકારનો અભિપ્રાય લેવાની શું જરૂર છે. ઘણા કાયદાઓમાં સરકારનો અભિપ્રાય લેવામાં આવતો નથી, સીધા કાયદાની અમલવારી કરવામાં આવે છે તો પછી આ કાયદાની અમલવારીમાં શા માટે સરકારનો અભિપ્રાય લેવામાં આવે છે. રાજસ્થાનની જેમ સુરતમાં આવી કોઈ તાલીબાની ઘટના ન બની જાય તે માટે આ કાયદાની યોગ્ય અમલવારી કરવી જરૂરી છે, તેમ કેયુર ચપટવાલાએ જણાવ્યું હતું.

Most Popular

To Top