Latest News

More Posts

સુરતના સત્તાધીશો સવેળા જાગે. ઇન્ડોર સ્ટેડિયમ, બધી જ ઇન્ડોર ગેમ્સ માટે શ્રેષ્ઠ છે, ધોળો હાથી નથી. ચૂંટણી પહેલાં દબાણ લાવો, અત્યારે રાઈટ ટાઈમ છે, પછી કોઈ સાંભળશે નહીં.   ગુજરાતના આર્થિક પાટનગર અને વસ્તીમાં અમદાવાદથી માત્ર દસેક ટકા જ નાના, જ્યારે વડોદરાથી ત્રણ ગણા મોટા, સુરતને રાબેતા મુજબ બધામાં જ અન્યાય થાય છે, તેમ આમાં પણ, હડહડતો અન્યાય થયો છે અને સુરત પાસે આખા ભારતનું સર્વશ્રેષ્ઠ ઇન્ડોર સ્ટેડિયમ હોવા છતાં, તમામ ઇન્ડોર ગેમ્સમાંથી પણ સંપૂર્ણ બાકાત રખાયું છે. સરકારને જ્યારે બીજું કોઈ ના મળે ત્યારે સરકાર નેશનલ ગેમ્સ માત્ર રડ્યોખડ્યો ચાન્સ સુરતને આપે છે તો પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સમાં કેમ નહિ? કોમનવેલ્થ ગેમ્સની ટીમ તા. 11 એપ્રિલ સુધીમાં વડોદરા અને એકતાનગરની મુલાકાત લેવાની છે. જો તાકીદે સત્તાધીશો પગલાં નહીં લેશે, તો આવી સુવર્ણ તક આપણે ગુમાવીશું. 
સુરત     – ભદ્રેશ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top