ટ્વિટર અંતે ભારત સરકારના નિયમો માનવા તૈયાર, હાઇકોર્ટમાં આપી આ ખાતરી

માઈક્રો બ્લોગિંગ સાઈટ ( micro blogging ) ટ્વિટરે ( twitter) ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને ( delhi highcourt) સૂચિત કર્યું છે કે કંપની ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસર (Grievance Redressal Officer) ની નિયુક્તિ કરવામાં ઓછામાં ઓછા 8 અઠવાડિયા લેશે.

ટ્વિટર દ્વારા હાઈકોર્ટને એક એફિડેવિટમાં જણાવાયું છે કે કંપની ભારતમાં (Liaison Office ) પણ બનાવી રહી છે. જે કંપનીનું પરમેનન્ટ ફિઝિકલ કોન્ટેક્ટ એડ્રસ રહેશે. ટ્વિટરે હાઈકોર્ટને જણાવ્યું કે નવા આઈટી નિયમો હેઠળ કંપની 11 જુલાઈ સુધીમાં પોતાનો પહેલો કમ્પલાયન્સ રિપોર્ટ રજુ કરશે.ટ્વિટર ઈંક ઈન્ડિયા યૂનિટે કોર્ટમાં કહ્યું છે કે તેમણે એક વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરને એપોઈન્ટ કર્યા છે અને આ સિવાય જલદી કંપની બે અન્ય એક્ઝિક્યૂટિવને પણ થોડા સમય માટે નિયુક્ત કરશે જેથી કરીને દેશના નવા આઈટી નિયમોનું પાલન થાય. આ સાથે ટ્વટિરે જણાવ્યું કે કંપનીએ 3 પદો માટે જોબ ઓપનિંગ પોસ્ટ કરી છે.

ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટમાં એક સોગંદનામુ કરીને જાણકારી આપી છે કે, ભારત સરકારના નવા આઈટી રુલ પ્રમાણે ફરિયાદોનુ નિવારણ કરવા માટેના ગ્રિવન્સ ઓફિસરની નિમણૂંક આઠ સપ્તાહમાં કરવામાંઆવશે.ટ્વિટરે કોર્ટને એમ પણ કહ્યુ છે કે, ભારતમાં ટ્વિટરની એક સંપર્ક ઓફિસ સ્થાપવા માટે પણ કાર્યવાહી થઈ રહી છે.જે તેનુ કાયમી ફિઝિક્લ કોન્ટેકટ એડ્રેસ હશે.સાથે સાથે 11 જુલાઈ સુધીમાં આઈટી નિયમોના પાલન અંગેનો પહેલો અહેવાલ પણ રજૂ કરશે.

ટ્વિટરે કોર્ટમાં કહ્યુ હતુ કે, અમે નવા આઈટી નિમયોનુ પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ સાથે સાથે નવા નિયમોને પડકારવાનો અમારો અધિકાર પણ સુરક્ષિત રાખીએ છે.આ પહેલા હાઈકોર્ટે ટ્વિટરની ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે, નવા આઈટી નિયમોનુ પાલન કરવા માટે ટ્વિટર પોતાની મરજી હોય તેટલો સમય લઈ શકે નહી અ્ને આ સંજોગોમાં ભારત સરકાર ટ્વિટર સામે કાર્યવાહી કરવા માટે મુકત છે.

ઉલ્લેખનીય છે કે, 26 મેથી નવા આઈટી નિયમો લાગુ થઈ ચુકયા છે.ટ્વિટર નિયમોનુ પાલન નહીં કર્યુ હોવાથી મધ્યસ્થી તરીકે મળેલી કાનૂની રાહત પણ સમાપ્ત થઈ ગઈ છે.આવામાં જો કોઈ યુઝર ગેરકાયદેસર પોસ્ટ મુકશે તો ટ્વિટર પણ તેના માટે જવાબદાર હશે.

Related Posts