SURAT

સુરતમાં વાહનચાલકોને રાહત, RTOમાં ટેસ્ટ બાબતે લેવાયો આ નિર્ણય

SURAT : સુરત સહિત રાજ્યનાં ચાર મહાનગરમાં લોકો દ્વારા વારંવાર સમયને લઇ કરવામાં આવતી રજૂઆતોને પગલે સોમવારથી ટેસ્ટ ટ્રેકનો ( TEST TRACK) સમય સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધીનો રહેશે. પાલ આરટીઓમાં ( PAL RTO) આ નવા સમયથી શહેરીજનોને સુવિધા મળવાની સાથે સાથે પાલ આરટીઓના ટેસ્ટ ટ્રેકનું લાંબું વેઇટિંગ પણ ઓછું થાય તેવી શક્યતા છે.


સુરત સહિત રાજ્યનાં ચાર મહાનગરમાં લાઇસન્સ માટે લોકોને પરેશાની થઇ રહી છે. એક બાજુ વેઇટિંગ લિસ્ટ લાંબું છે અને ટેસ્ટ ટ્રેકમાં નાપાસ થાય તેમને જલદી તક પણ મળી રહી નથી. જેના કારણે તેમનાં લર્નિંગ લાઇસન્સની મર્યાદા પણ પૂરી થઈ જતી હોય છે. જે અંગે ફરિયાદો કરવામાં આવી હતી. જેના અનુસંધાને નવા કાયદા મુજબ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પૂર્વ વિસ્તારના આરટીઓમાં ટેસ્ટ ટ્રેકનો સમય સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

પાલ આરટીઓમાં ( PAL RTO) પણ આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પાલ આરટીઓમાં હાલ ટેસ્ટ ટ્રેક ( TEST TRECK) માં મેઇન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. જેને આગામી શનિવાર સુધીમાં તૈયાર કરી નવા સમયનો અમલ શરૂ કરવામાં આવશે. પાલ આરટીઓમાં સવારે છથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી સાડા છથી કામગીરી શરૂ કરાશે. જ્યારે રાત્રે નવ વાગ્યાના વીસ મિનીટ સુધી શહેરીજનોને ટ્રેકમાં પ્રવેશ આપવામાં આવશે.

વાહન વગર આરસી બુક અને વીમા પોલિસી કેવી રીતે બની ગયા તે અંગે કોર્ટના તપાસના આદેશ

જે વાહનો અસ્તિત્વમાં જ નથી તેવા વાહનો ઉપર લાખો રૂપિયાની લોન લઇને ભરપાઇ નહીં કરનાર આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.આ કેસની વિગત મુજબ, સરથાણા પોલીસે વાહનો વગર જ ડુપ્લિકેટ આરસીબુક ( duplicate rc book) તેમજ તેના આધારે વીમો ( insurance) લઇને બેંકમાંથી લોન ( bank loan) લેવાનું કૌભાંડ ( scam) પકડી પાડ્યું હતું. પોલીસે અરૂણાચલ પ્રદેશના પાર્સિંગવાળી 3 ટાટા મોટર્સ કંપનીની 3 ટ્રક ઉપર 42.75 લાની લોન મેળવી 35.04 લાખની લોન ભરવાની બાકી હતી.

બોગસ વાહનોના બોગસ ડોક્યુમેન્ટ bogus document) ઉપર વીમા પોલીસી લઇને વાહનનો ખોટી વેલ્યુએશન કરાવીને લોન લેવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી ઇર્શાદ પઠાણ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન પોલીસ પકડથી બચવા માટે સરથાણા જકાતનાકા પાસે રીવર હેવન એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશભાઇ કનુભાઇ ગોંડલીયાએ આગોતરા જામીન અરજી કરી હતી.

Most Popular

To Top